મોરબીની લોક જીવન પાર્ક સોસાયટીમાં રહેતા અને ધોરણ 10 મા અભ્યાસ કરતા તરૂણને અભ્યાસ બાબતે ઠપકો આપતા તરૂણે આપઘાત કરી લીધાનું સામે આવ્યું છે.
વિગત મુજબ મોરબીના વાવડી રોડ પર આવેલ લોક જીવન પાર્ક શેરી નં.1 માં રહેતા સૈયાન રજાકભાઈ વડાવરિયા (ઉ.વ.16) નામનો તરૂણ ધોરણ 10 માં અભ્યાસ કરતો હતો. તેમને અભ્યાસ બાબતે તેમના પરિવારજનોએ ઠપકો આપતા તરુણને લાગી આવતા તેણે પોતાના ઘરની ગેલેરીમાં ગળાફાંસો ખાઈ મોત મીઠું કરી લીધુ હતું. આ બનાવને પગલે પરિવારજનોમાં ભારે અરેરાટી વ્યાપી છે. બનાવ અંગે પોલીસને જાણ થતાં મોરબી એ ડિવિઝન પોલિસ સ્ટેશનના વી.પી. છાસિયાએ બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.