આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે મોરબીમાં આગામી તા.25 ના રોજ એક્સપોર્ટ કોન્કલેવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમમાં નિકાસને લગતી બાબતોનું વિવિધ નિષ્ણાતો દ્વારા જરૂરી માર્ગદર્શન પુરૂ પાડવામાં આવશે.
ભારતની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ભારતભરમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અન્વયે તમામ જિલ્લા ખાતે એક્સપોર્ટ કોન્કલેવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. જે અંતર્ગત
DGFT રાજકોટ તેમજ મોરબી જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને મોરબી સિરામીક એશોસીએશનનાં સંયુક્ત ઉપક્રમે
મોરબી ખાતે ફ્રી એક્સપોર્ટ કોન્કલેવનુ આયોજન આગામી તા.૨૫/૦૯/૨૦૨૧ના રોજ બપોરે 3:00 કલાકે ધ ફર્ન રેસિડેન્સી હોટેલ ખાતે કરવામાં આવ્યું છે. જેમાં નિકાસને લગતી બાબતોના વિવિધ નિષ્ણાતો દ્વારા જરૂરી માર્ગદર્શન પુરૂ પાડવામાં આવશે તેમજ જિલ્લાના નિકાસકારોને નિકાસને લગતા વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરી નિરાકરણ લાવવા પ્રયત્ન કરવામાં આવશે.
આ એક્સપોર્ટ કોન્કલેવથી મોરબી જિલ્લામાં ઉત્પાદિત થતી અને વિદેશમાં નિકાસ થતી, વિવિધ પ્રકારની પ્રોડક્ટ જેમ કે સિરામીક ટાઇલ્સ, સેનેટરીવેર્સ, પીવીસી પાઇપ, પીવીસી ટેન્ક, પીવીસી રીસાયકલ સીટ, પોલીડેક, લેમીનેટસ, પેપર, ઘડીયાળ, ગીફટ આર્ટીકલ અને ફૂડ પ્રોડક્ટ બનાવતા હોય તેમના માટે મહત્વનું રહેશે.જેમાં ઉધોગકારોને ભાગ લેવા અનુરોધ કરાયો છે. આ કાર્યક્રમનો તથા પ્રોડક્ટસ ડીસ્પલે
નિઃશુલ્ક છે. માત્ર અગાઉથી રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે.