તાજેતરમાં ગુજરાતમા મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીમંડળમાં પરિવર્તન કરાયા બાદ હવે રાજ્યની નવી સરકારમાં બે પ્રવક્તાની નિમણૂક કરવામાં આવી છે. હવે સરકારની વાત મીડિયા સમક્ષ અન્ય કોઈ મંત્રીઓ રજૂ નહિ કરી શકે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીમંડળમાં પરિવર્તન કરી મુખ્યમંત્રી સહિત તમામ નવા મંત્રીઓને સ્થાન આપવામાં આવ્યું છે.આ નવી સરકારમાં હવે બે પ્રવક્તાની નિમણૂંક કરવામાં આવી છે જેમાં રાજેન્દ્ર ત્રિવેદી અને જીતુ વાઘાણીને પ્રવક્તા તરીએ સ્થાન આપવામાં આવ્યું છે. ભાવનગર બેઠક પરથી ચૂંટાયેલા ધારાસભ્ય અને નવનિયુક્ત સરકારના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી તેમજ ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ અને હાલ સરકારમાં કાયદા અને મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને
સરકારના પ્રવક્તા તરીકે વરણી કરવામાં આવી છે.