વાંકાનેરના પંચાસીયા ગામે 4 માસ પહેલા કુતરુ કરડવાથી વકાલીયા ઈબ્રાહિમભાઈ મીરારજીભાઈ નામના વ્યક્તિને રાજકોટ કેઝ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામા આવ્યા હતા ત્યારબાદ વધુ સારવારની જરૂર જણાતા ત્યાંથી ગીરીરાજ હોસ્પિટલ અને બાદમાં રાજકોટની સિવીલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં સારવાર કારગત ન નિવડતા તેઓનું સારવાર દરમિયાન 19/7 ના રોજ રાત્રીના મોત નીપજ્યું હોવાનું ફરજ પરના ડોકટરે જાહેર કર્યું હતું.
મૃતકની સારવાર દરમિયાન કુતરુ કરડવાના લક્ષણો દેખાતા તેના સંપર્કમાં આવેલ 25 જેટલા લોકોએ મોરબી સિવીલ હોસ્પિટલ ખાતેથી ઈન્જેક્શનનો ડૉઝ લીઘો હતો.ઉલ્લેખનીય છે કે હડકાયા કુતરુ કરડવાના કિસ્સામાં તેના લક્ષણો 1 માસથી માંડી 1 વર્ષ જેટલા સમયગાળા દરમિયાન જોવા મળતા હોય છે ત્યારે હાલ મૃતકના પરિવારજનોમાથી કોઈ પણ વ્યકિતને લક્ષણ દેખાયા ન હતા.