વાંકાનેરના અમરસર ગામે ઢોર ચરાવવાના મુદ્દે બે જૂથ વચ્ચે માથાકૂટ થતા બન્ને જૂથના સભ્યોએ એકબીજા ઉપર લાકડીઓ અને પાઈપ વડે હુમલો કરતા બને જૂથના સભ્યોને ઇજા પહોંચી હતી. આ બનાવમાં બન્ને જૂથોએ એકબીજા ઉપર હુમલાની કર્યાની સામસામી ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી મહેબુબભાઇ હાજીભાઇ ખોરજીયા (ઉ.વ.૪૪, ધંધો-ખેતી, રહે અમરસર, તા.વાંકાનેર) એ આરોપીઓ જગા વેલા, પરબત ભારૂ, કુવરા ભારૂ, કમલેશ ગાંડુ, લીલા ગાંડુ, રમેશ ભારૂ, ભાયા જાલા, કમલેશ હઠા તથા બે અજાણ્યા ઇસમો સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું કે તેઓના વાવેતર કારેલ વાડીમાં આરોપીની ભેસો ચરતી હોવાથી ફરિયાદીએ બહાર કાઢતા આ બાબતે ડખ્ખો થયો હતો. અને આરોપીઓએ લાકડી-પાઈપ જેવા હથીયારો વડે ફરીયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી ઢીકા પાટુ તેમજ લાકડી તથા પાઈપથી માથામાં અને વાસાના ભાગે મુંઢમાર મારી ફેરચર કરી નાખ્યું હતું. તથા સાહેદ નુરમામદને ડાબા હાથની કોણી પાસે ફેકચર થતા અને સાહેદ સઇદાબેનને ડાબા હાથની આંગળીમાં ફેકચર જાનથી મારી નાખવાની ધમકી
આપી હતી.
આ ઉપરાંત સામાપક્ષે વાંકાનેર તાલુકાના અમરસર ગામે રહેતા જગાભાઈ વેલાભાઈ ગમારા (ઉ.વ.૪૦)એ આરોપીઓ મહેબુબ હાજીભાઈ, નુરા હાજીભાઈ, ઈસ્માઈલ હાજીભાઈ, તાજુ ગાજીભાઈ, મહેબુબની પત્ની, ઈસ્માઈલની પત્ની અને નુરાની દીકરી સામે વળતી ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ તથા વિજય મોનાભાઈ તેઓના માલઢોર ચરાવતા હતા તે વેળાએ વિજયની ભેંસ એક આરોપીના ખેતરમાં જતી રહેતા તે ફરીયાદી તથા સાહેદ હાંકવા જતા
આરોપીઓએ હાથમાં કુહાડી તથા લાકડીઓ જેવા હથીયાર વડે ફરીયાદીને માર મારવાના ઈરાદે આવી ગાળો આપીજાનથી મારી નાખવાની ધમકી આપી કુહાડી વડે ફરીયાદીને માથામા ડાબા કાનથી ઉપરના ભાગે એક ઘા મારી માથામાં ૭ થી ૮ ટાંકાઓની ઈજા પહોંચાડી હતી.તેમજ ફરીયાદીને શરીરના પાછળના ભાગે અને સાથળના ભાગે આડેધડ લાકડીઓ મારી ઈજાઓ કરી હતી. જે અંગેની ફરિયાદ નોધાતા વાંકાનેર પોલીસે બન્ને પક્ષની ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી શરૂ કરી છે.