૩૦મી સપ્ટેમ્બર સુધીમાં અરજી મોકલવી
રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત, કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા આયોજિત તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી મોરબી દ્વારા સંચાલિત જિલ્લાકક્ષા નવરાત્રિ રાસ ગરબા સ્પર્ધાનું આયોજન ઓક્ટોબર માસના પ્રથમ સપ્તાહમાં થનાર છે. આ સ્પર્ધામાં રાસ, પ્રાચીન ગરબા અને અર્વાચીન ગરબા એમ કુલ ૩ સ્પર્ધાનું આયોજન થશે. આ સ્પર્ધામાં રાસ માટે ૧૪ થી ૪૦ વર્ષની વયજુથમાં આવતાં લોકો ભાગ લઈ શકશે, જ્યારે પ્રાચીન તથા અર્વાચીન ગરબામાં ૧૪ થી ૩૫ વર્ષની વયજુથમાં ભાગ લઈ શકશે. ભાગ લેવા ઇચ્છુક સ્પર્ધકોએ જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, રૂમનં.૨૩૬, બીજો માળ, તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબી ખાતેથી નિયત નમૂનાનું ફોર્મ મેળવી તા.૩૦/૦૯/૨૦૨૧ સુધીમાં પરત મોકલી આપવા આથી જિલ્લા યુવા વિકાસ અધિકારીમોરબી દ્વારા જણાવાયું છે.