મોરબી જીલ્લામાં લાયસન્સ વગરની પ્રાઇવેટ સિક્યુરીટી એજન્સી ચલાવતા એજન્સીના સંચાલક વિરૂધ્ધ મોરબી એસ.ઓ.જી એસઓજીએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વિગત મુજબ મોરબી એસ.ઓ.જી. સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન મોરબી તાલુકાના ટીંબડી પાટીયા નજીક પીપળી રોડ પર આવેલ “ એફિલ વીટ્રીફાઇડ પ્રા.લી. કારખાનામાં આરોપી સંજયકુમારસિંગ અવધેશકુમાર સિંહ (ઉ.વ.૪૧) ઘંધો. પ્રાઇવેટ સિકયરિટી રહે. હાલ એફિલ વીટીફાઇડ કારખાના, ટીબંડી પાટીયા પાસે. તા.જી.મોરબી મૂળ ગામ ઉમધા, પોસ્ટ ફકુલી જી. છપરા. બિહાર વાળા પાસે પ્રાઇવેટ સિકયુરીટી એજન્સી ચલાવવા અંગે લાયસન્સ ન હોવા છતા કારખાનામાં પ્રાઇવેટ સિકયુટીરી ગાર્ડ પુરા પાડી લાયસન્સ વગર પ્રાઇવેટ સિકયુરીટી એજન્સી ચલાવતો ઝાડપયો હતો. જેને પગલે પોલીસે સંચાલક વિરૂધ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
આ કામગીરી દરમિયાન મોરબી એસ.ઓ.જી.સ્ટાફ એએસઆઈ કિશોરભાઇ મકવાણા, હેડ કોન્સ્ટેબલસબળસિંહ સોલંકી, મહાવીરસિંહ પરમાર, મુકેશભાઇ જોગરાજીયા, શેખાભાઇ મોરી, સતિષભાઇ ગરચર, ભાવેશભાઇ મિયાત્રા,
ડ્રા.સંદિપભાઇ માવલા તથા પ્રિયંકાબેન પૈજા સહિતના ફરજ પર હાજર રહ્યા હતા.