નવ નિયુક્ત શિક્ષણ મંત્રીશ્રીની મુલાકાત કરી 111 પ્રશ્નો રજૂ કર્યા.શિક્ષકોના પડતર પ્રશ્નો અંગે નવ નિયુક્ત શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી સાથે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની સકારાત્મક મુલાકાત.
શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણી સાથે લંબાણ પૂર્વક શિક્ષકોના ખૂબ લાબા સમય થી વિલંબિત પડતર પ્રશ્નો અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી દરેક પ્રશ્નો અંગે માન.મંત્રીએ ખૂબ જીણવટ પૂર્વક માહિતી મેળવી લગભગ બે કલાક સુધી ચાલેલી બેઠકમાં શિક્ષકોના આપણા સંગઠનના આપેલ લેટરપેડ પર જણાવેલ અને ગત 10/9/21 ની ડો.હેડગેવાર ભવન ખાતેની રાજ્યની બેઠકમાં સમગ્ર રાજ્યમાંથી આવેલા પ્રશ્નો ઝડપથી ઉકેલાશે એવી આશા સંગઠનને જણાઇ મંત્રીએ જે પ્રકારે એક એક પ્રશ્નો ને કેસ ટુ કેસ ચર્ચા કરી એ સંગઠન માટે અત્યાર સુધીમાં સૌથી વધુ આનંદદાયક ઘટના બની.
બોન્ડનો પ્રશ્ન , તાલુકા બહાર ગયેલા શિક્ષકોનો પ્રશ્ન , એચ.ટાટ.ના પ્રશ્નો , એકમ કસોટી નો વિષય , જૂની પેન્શન યોજના ને ફરીથી લાગું કરવાનો પ્રશ્ન , CRC,Brc ના વિષયો , 50% પ્રમાણે છુટા કરવાનો વિષય , વિદ્યાસહાયક બહેનોની પ્રસુતિની રજાઓનો પ્રશ્ન ,મહેકમના રેશિયો સુધારો કરવા સહિત સૌથી અગત્યની ચર્ચા લોકલ ફંડ માં અટવાઇ ગયેલી એસ.બી.નો ઝડપથી નિકાલ થઈ 9,20,31 ના કેસો નો નિકાલ થાય એ બાબતે ચર્ચા કરવામાં આવી
મંત્રી સાથેની બેઠકમાં રાજ્યના અધ્યક્ષ ભીખાભાઇ પટેલ, સંગઠન મંત્રી ઘનશ્યામભાઈ પટેલ, કોષાધ્યક્ષ અને માધ્યમિકના અધ્યક્ષ રમેશભાઈ ચૌધરી તથા સહ સંગઠન મંત્રી પરેશ ભાઈ પટેલ જોડાયા હતા.મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ ઝડપથી શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે સંગઠનની બેઠક કરાવી પોતે પણ હાજર રહી શિક્ષકોના પ્રશ્નો અંગે યોગ્ય કરાવવા માટે પ્રતિબ્ધતા વ્યક્ત કરી સંગઠનને પણ ખૂબ સંતોષ થયો અને શિક્ષકોના પ્રશ્નો સાંભળવા બદલ ગુજરાતના લાખો શિક્ષકો વતી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે જીતુભાઈ વાઘાણીનો આભાર પ્રકટ કર્યો હતો.