તાજેતરમાં ચૂંટણી પંચ દ્વારા રાજ્યના 10,318 ગ્રામ પંચાયતોની ચૂંટણી અંગેની જાહેરાત કરવામાં આવી છે. જેને પગલે મોરબી જિલ્લાના 104 ગામની ચૂંટણીની સીટો અંગે જાહેરાત કરાઈ છે.
રાજ્યની 10,318 ગ્રામ પંચાયતોની ચૂંટણી ડિસેમ્બરમાં યોજાશે. 27 ડિસેમ્બરના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણી માટેનું મતદાન યોજવામાં આવશે. તથા 29 ડીસેમ્બરના રોજ ચૂંટણીનું પરિણામ જાહેર કરવા અંગેની ઉચ્ચકક્ષાએથી જાહેરાત કરવામાં આવી હતી. જેને પગલે મોરબીમાં કુલ 104 સીટ ઉપર ચૂંટણી યોજાશે જેમાં 42 સામાન્ય બિન અનામત, 41 સામાન્ય સ્ત્રી, પાંચ અનુ.જાતિ સ્ત્રી, પાંચ અનુ.જાતી સામાન્ય, પાંચ સામાજિક અને શૅક્ષણિક પછાત વર્ગ સ્ત્રી, પાંચ સામાજિક અને શૅક્ષણિક પછાત વર્ગ સામાન્ય અને આ આદિજાતિ સ્ત્રી માટેની અનામતની જાહેરાત કરવામાં આવી છે.