Wednesday, October 30, 2024
HomeGujaratUPSC દ્વારા લેવાયેલી સિવિલ સર્વિસ પરીક્ષાનું પરિણામ જાહેર : ટોપ ટેનમાં ગુજરાતને...

UPSC દ્વારા લેવાયેલી સિવિલ સર્વિસ પરીક્ષાનું પરિણામ જાહેર : ટોપ ટેનમાં ગુજરાતને સ્થાન

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા લેવાયેલી સિવિલ સર્વિસ પરીક્ષા 2020નું અંતિમ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરીક્ષામાં 761 ઉમેદવારો નિયુક્તિ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની સિવિલ સર્વિસ પરીક્ષા 2020ના પરિણામમાં ગુજરાતનું હિર ચમકયું છે. સુરતના કાર્તિક જીવાણીએ દેશમાં આઠમું અને ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. તેઓ સતત ત્રીજી વખત UPSC પરીક્ષામાં પાસ થઈને ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ ઉપરાંત, જાગૃતિ અવસ્થી અને ભોપાલની અંકિતા જૈને અનુક્રમે બીજો અને ત્રીજો ક્રમ મેળવ્યો છે.

UPSC પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં ગુજરાતનો ટોપ ટેનમાં સમાવેશ થતા ગુજરાત માટે આનંદનો અવસર આવ્યો છે. સુરતના કાર્તિક જીવાણીએ દેશભરમાં 8માં નંબરે સ્થાન પ્રાપ્ત કર્યું છે. ઉલ્લેખનીય છે કે, હૈદરાબાદ ખાતે UPSCની ટ્રેનીંગ મેળવી કાર્તિક જીવાણીએ ત્રીજી વખત UPSC પરીક્ષામાં ગુજરાતમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. UPSC 2020ની પરિક્ષામાં કાર્તિકે દેશમાં 84મો ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો અને 2019માં 94મો ક્રમ પ્રાપ્ત કર્યો હતો. આમ ત્રણ ત્રણ વખત યુપીએસસી જેવી કઠિન પરીક્ષા પાસ કરી કાર્તિકભાઈએ સાબિત કર્યું કે કઠણ પુરુસાર્થનો કોઈ વિકલ્પ નથી અને પુરૂસાર્થ વગર પ્રભુ, પરિણામની પ્રાપ્તિ થતી નથી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!