વાંકાનેર તાલુકાના મહિકા ગામેં સીમમાં ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડો પાડી જુગાર રમતા છ શકુનીઓને રંગેહાથ ઝડપી લીધા હતા. પોલીસે જુગારીઓના કબ્જામાંથી એક લાખથી વધુનો મુદામલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
વિગત મુજબ વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમ્યાન કોન્સ્ટેબલ સંજયસિંહ જાડેજાને મળેલ ખાનગી હકીકત આધારે સતિરાભાઇ નરશી સોંલકી રહે.વાંકાનેર નવાપરાવાળો શખ્સ પોતાના બનેવીની મહીકા ગામની સીમમાં આવેલ વાડીની ઓરડીમાં જુગારીયોને ભેગા કરી જુગારના સાધન સગવડ પુરી પાડી જુગાર રમી રમાડતા પોલીસે બાતમી સ્થળે દરોડો પડ્યો હતો. રેઇડ દરમ્યાન સતિષભાઈ નરશીભાઇ સોંલકી (ઉવ.૩૦) રહે.નવાપરા રોરી ને.-૪ વાંકાનેર, સંતોષભાઇ રામજીભાઈ રાઠોડ (ઉવ.પ૦)રહે. વીશીપરા, વાંકાનેર, હુશેનભાઈ અલીમામદભાઇ શેખાણી (ઉવ.૩૨) રહે.લક્ષ્મીપરા વાંકાનેર, મુકેશભાઇ રમેશભાઇ ડાભી (ઉવ.૪૦) રહે.નવાપરા,વાંકાનેર, મનોજભાઇ મેમ્ભાઇ રાઠોડ (ઉવ.૩૬) રહે.નવાપરા, વાંકાનેર, મનોજભાઇ ગીરધરભાઇ ડાભી (ઉવ.૩૧)રહે.નવાપરા, વાંકાનેર જી.મોરબી સહિતના આરોપીઓ જુગાર રમતા ઝડપાયા હતા. પોલીસે કુલ રોકડ રૂ.૧,૦૪,પ00/-સાથે પકડી પાડી જુગારધારા મુજબનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
રેઇડ દરમિયાન પીએસઆઈ ડી.વી.ડાંગર, હેડ કોન્સટેબલ મયુરધ્વજસિંહ જાડેજા,પોલીસ કોન્સટેબલ હરીચંન્દ્રસિંહ ઝાલા, મુકેશભાઇ જીલરીયા,સંજયસિંહ જાડેજા તથા લોકરક્ષક અકીલભાઇ બાંભણીયા અને અજયસિંહ ઝાલા સહિતના જોડાયા હતા.