મોરબી તાલુકાના મોડપર ગામેથી છ માસ અગાઉ સગીરાનું અપહરણ કરી ભગાડી જનાર આરોપીને જામ ખંભાળીયાના વીંઝલપર ગામેથી ઝડપી લઈ ભોગ બનનારને મોરબી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે શોધી કાઢી છે.
વિગત મુજબ મોરબીના મોડપરથી સગીરાને ભગાડી જનાર આરોપી અને ભોગબનનાર પોરબંદર જિલ્લાના સોઢાણા ગામે હોવાની હેડ કોન્સ્ટેબલ દશરથસિંહ ચાવડા, કોન્સ્ટેબલ નંદલાલ વરમોરાને બાતમી મળતા પોલીસ ટીમ બનાવી પોરબંદર જિલ્લાના સોઢાણા ગામે તપાસ અર્થે મોકલવામાં આવી હતી. જ્યાં તપાસ કરતા આરોપી તથા ભોગબનનાર બન્ને સોઢાણા ગામની આજુબાજુના વિસ્તારમાં રહી ખેતમજુરી કામ કર્યા બાદ બને દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળીયા તાલુકાના વિંઝલપર ગામે ખેતમજુરી કામ કરવા જતા રહ્યા છે આથી પોલીસે વિંઝલપર ગામે તપાસ કરતા આરોપી પપ્પુ સોમાભાઇ દેલવાડીયા (ઉવ. ૨૭)રહે. મોડપર તા.જી.મોરબી તથા ભોગગ્રસ્તને શોધી કાઢી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ કામગીરી દરમિયાન પીઆઇ વી.બી.જાડેજા, પીએસઆઇ એ.ડી.જાડેજા, એસેઅઆઈ રજનીકાંતભાઇ કૈલા, સંજયભાઇ પટેલ, દશરથસિંહ ચાવડા, નંદલાલ વરમોરા, અશોકસિંહ ચુડાસમા, બકુલભાઇ કાસુન્દ્રા સહિતના ફરજ પર હાજર રહ્યા હતા.