મોરબીમાં ફાયરિંગ કરી મમુ દાઢીની હત્યા નિપજાવવાના ગુન્હામા સંડોવાયેલા વધુ પાંચ શખ્સોને ગઈકાલે પોલીસે ઝડપી લીધા છે આ આરોપીઓ હથિયાર અંગે કબૂલાત આપતા પોલીસે ત્રણ હથિયાર અને તેર જેટલા કાર્તિસ કબજે કર્યા છે. હત્યારાઓને આગામી તા. 30 સુધી રિમાન્ડ મંજુર કરાયા છે.
મોરબીના શનાળા બાયપાસ નજીક ગત તા. 8 ના રોજ રાત્રિના આઠ વાગ્યાના સુમારે ફાયરિંગની ઘટના પ્રકાશમાં આવી હતી જેમાં જુના મનદુઃખનો ખાર રાખી મમુ દાઢીની હત્યા નીપજાવવામાં આવી હતી. આ પ્રકરણમાં તેર હત્યારાઓ સામે ફરિયાદ નોંધાયા બાદ પાંચ આરોપીઓને પોલીસે અગાઉ ઝડપી જેલમાં ધકેલી દીધા હતા અને ગઈકાલે વધુ પાંચ આરોપીઓ રાજકોટથી જુનાગઢ પહોંચે તે પહેલાં મોરબી પોલીસે ઝડપી લીધા હતા આ મામલે મોરબી ડીવાયએસપી રાધિકા ભારાઈ દ્વારા આજે પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું જેમાં તેઓએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પોલીસે હાલ સુધીમાં કુલ દસ આરોપીઓની ધરપકડ કરી છે ત્યારે ગઇકાલે પકડાયેલા આરોપીઓ ઈમરાન ઉર્ફે બોટલ હનીફભાઈ ચાનીયા જાતે-સંધી (ઉ.વ.૩૩) રહે. મોરબી કાલીકા પ્લોટ, અસ્લમ ઉર્ફે ટાવર અકબરભાઈ કલાડીયા જાતે-ધંચી (ઉં, વ.૩૮) રહે. મોરબી વીસીપરા, રમીજ હુસેનભાઈ ચાનીયા (ઉં,વ,૨૬) રહે.મૌરબી કાલીકા પ્લોટ, કૌશલ ઉર્ફે કવો રમેશભાઈ રામાનુજ (ઉ.વ.૨૮)રહે.મોરબી કબીર ટેકરી પર સુનીલ ઉમેશભાઈ સોલંકી (ઉ.વ.૨૮) રહે.ખોરાણા તા.જી. રાજકોટ વાળાની ધરપકડ કરવામાં આવી હતી. તમામ આરોપીઓની પોલીસે આગવીઢબે પૂછપરછ કરતા આરોપીએ ત્રણ હથિયારની માહિતી આપતા પોલીસે પંચનામું કરી ત્રણ હથિયાર અને તેર જેટલા કાર્તિસ કબજે કર્યા હતા. ત્યારબાદ પોલીસ દ્વારા રિમાન્ડની માંગ કરતા આગામી તા.30 સુધીના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે.જેમાં અન્ય ત્રણ આરોપીઓની ધરપકડ કરવા પોલીસે તપાસ હાથ ધરી છે.