Wednesday, October 30, 2024
HomeGujaratગાંધીનગર ખાતે પંચાયતમંત્રી, રાજ્ય કક્ષાના શિક્ષણમંત્રીની મુલાકાત કરતા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અગ્રણીઓ

ગાંધીનગર ખાતે પંચાયતમંત્રી, રાજ્ય કક્ષાના શિક્ષણમંત્રીની મુલાકાત કરતા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અગ્રણીઓ

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સંગઠનના અગ્રણીઓએ ગાંધીનગર ખાતે નવ નિયુક્ત પંચાયત, શ્રમ,રોજગાર અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી બ્રિજેશભાઈ મેરજા અને રાજયકક્ષાના શિક્ષણમંત્રી કીર્તિસિંહ વાઘેલાની શુભેચ્છા મુલાકાત કરી હતી.

- Advertisement -
- Advertisement -

બ્રિજેશભાઈ મેરજા અને કીર્તિસિંહ વાઘેલાએ તાજેતરમાં પદભાર સાંભળ્યા બાદ સતત વ્યસ્ત હોવા છતાં રવિવારની રજાના દિવસે પણ સંગઠનના કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી હતી. આ અવસરે જી.પી.એફ. એકાઉન્ટ ખોલવા, નવી ભરતી કરવી, બદલી પામેલ શિક્ષકોને વહેલી તકે છુટા કરવા, ઉચ્ચત્તર પગાર ધોરણ મંજૂરી માટે તાલુકાના મહેકમ પ્રમાણે, બાકી રહેલ કેસોના પ્રમાણમાં સેવાપોથીઓ સ્વીકારવી, તાલુકા- જિલ્લા પંચાયતમાં કારકુનની ભરતી કરવી સહિતના શિક્ષકોના પ્રશ્નોની રજુઆત સાંભળી અને સમસ્યાના નિકાલ માટે સંબંધિત વિભગને સૂચના આપવમાં આવી છે.

આ મુલાકાત દરમીયામ દિનેશભાઈ વડસોલા અધ્યક્ષ, કિરણભાઈ કાચરોલા મંત્રી, હિતેશભાઈ ગોપાણી સંગઠન મંત્રી સૌરાષ્ટ્ર સંભાગ, પ્રદીપભાઈ કુવાડિયા સિનિયર ઉપાધ્યક્ષ, હરદેવભાઈ કાનગડ અધ્યક્ષ માળીયા શૈક્ષિક સંઘ અને ઉપાધ્યક્ષ જિલ્લા ટિમ હિતેશભાઈ પાંચોટીયા પ્રચાર મંત્રી જિલ્લા ટિમ,સુનિલભાઈ કૈલા મંત્રી, રાજેશભાઈ રાઠોડ, ઉપાધ્યક્ષ માળીયા,અશોકભાઈ સતાસિયા અધ્યક્ષ વાંકાનેર, નવઘણભાઈ દેગામા મંત્રી,પોપટભાઈ ઉતેળીયા ઉપાધ્યક્ષ,અંબરીશભાઈ વ્યાસ,સહ કોષાધ્યક્ષ, હિતેશભાઈ જાદવ સંગઠન મંત્રી હળવદ,ભાવેશભાઈ સંઘાણી આંતરિક ઓડિટર ટંકારા ટિમ મહાદેવભાઈ રંગપડીયા સહમંત્રી મોરબી ટીમ વગેરે જોડાયા હતા. જીતુભાઈ વાટકીયા, ભાવેશભાઈ વશિયાણી વગેરે કાર્યકર્તાઓ ગાંધીનગર ખાતે શુભેચ્છા મુલાકાતમા જોડાઈને બ્રિજેશભાઈ મેરજા અને કીર્તિસિંહ વાઘેલાને છત્રપતિ શિવાજી મહારાજાની છબી, પેન, પુષ્પગુચ્છ,સાલ, તત્વચિંતક બુક,તેમજ મોમેન્ટો અર્પણ કરી મોરબી જિલ્લાના સમગ્ર શિક્ષકો વતી અભિનંદન પાઠવ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!