હવામાન વિભાગ દ્વારા ગુજરાતભરમાં અપાયેલી ભારે વરસાદની આગણીને પગલે વાંકાનેર ખાતે આવેલ માર્કેટિંગ યાર્ડમાં કપાસની હરરાજી બંધ કરવા નિર્ણય લેવામાં આવ્યો છે.
વિગત મુજબ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આથી ખેડૂતોના પાકને નુકસાની ન થાય અને માર્કેટિંગ યાર્ડમાં વ્યવસ્થા જળવાઈ રહે તેવા ઉદ્દેશથી આગામી જાહેરાત ન થાઈ ત્યાં સુધી વાંકાનેર માર્કેટિંગ યાર્ડ ખાતે કપાસની આવક બંધ કરવા નિર્ણય લેવાયો છે. આ અંગે માર્કેટિંગ યાર્ડના ડો. એ.કે. પીરઝાદા દ્વારા અખબારી યાદી પ્રસિદ્ધ કરી જાહેરાત કરાઈ છે.