ત્રણ નવા કૃષિ કાયદાના વિરોધમાં આજે ખેડૂત સંગઠન દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેને મોરબીમાં નબળો પ્રતિસાદ મળ્યો છે. બંધના સમર્થનમાં મોરબીમાં કોંગ્રેસ દ્વારા યાર્ડ પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસે કોંગી આગેવાનોની અટકાયત કરી હતી.
ખેડૂત સંગઠનો દ્વારા ખેડૂત વિરોધી કૃષિ બીલના વિરોધમાં ભારત બંધનું એલાન અપાયું હતું.જેના સમર્થનમાં મોરબીના માર્કેટીંગ યાર્ડ ખાતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જેન્તીભાઈ પેટલની આગેવાનીમાં કોંગ્રેસના હોદેદારો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મોરબી કોંગ્રેસના આગેવાનો બંધના સમર્થનમાં માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચ્યા હતા. જેમાં કોંગ્રેસના આગેવાનોએ સરકાર વિરુદ્ધ આકરા સુત્રોચાર કરી દુકાનો બંધ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. જેની જાણ થતા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ની ટીમ પણ દોડી ગઈ અને કોગ્રેસી આગેવાની અટકાયત કરી હતી.