વરસાદી વાતાવરણ અને મિશ્ર ઋતુમાં મચ્છરજન્ય રોગચાળા માથું ઉચકતો હોય છે આથી રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ડેન્ગ્યુ સહિતના રોગચાળા સામે સાવધાની માટેના સૂચનો જાહેર કરવામાં આવ્યા છે.
વરસાદી વાતાવરણમાં ઠેર ઠેર પાણીના ખાબોચિયા ભરાયેલા રહેતા હોવાથી મોટાપાયે મચ્છર ઉપદ્રવ જોવા મળતો હોવાથી મચ્છરજન્ય રોગચાળાનો ખતરો જોવા મળતો હોય છે. જેમાં ડેન્ગ્યુનો તાવ પ્રાણઘાતક પણ બની શકે છે.આથી આ ઋતુમાં ડેન્ગ્યુ મચ્છરથી સાવધાની રાખવી ખૂબ જ જરૂરી બને છે. તમામ લોકોએ સાવચેતી રાખી ઘરમાં અને ઘરની આસપાસ ભરતા પાણી તાત્કાલિક ઉલેચવા નાખી તેમાં બળેલ ઓઇલ અથવા જંતુનાશક દવાનો છંટકાવ કરવો જોઈએ. આ ઉપરાંત મચ્છર પ્રતિરોધકનો ઉપયોગ કરી અન્ય લોકોને પણ આ અંગે જાગૃત કરવા રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ડેન્ગ્યુથી સાવધાની માટેના સૂચનો જાહેર કરવામાં આવ્યા છે.
વધુમાં સખત તાવ આવવાની સાથે આંખોના ડોળા પાછળ દુખાવો થાય કે હાથ અને ચહેરા ઉપર ચકામા પડે,નાક,મોઢા તેમજ પેઢામાંથી લોહી પડે તે તમામ ડેન્ગ્યુના લક્ષણ હોવાથી તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવા અનુરોધ કરાયો છે.