Thursday, October 31, 2024
HomeGujaratમોરબીના વાવડી રોડ પરથી ક્રિકેટનો સટ્ટો રમતો એક ઝડપાયો : એક શખ્સનું...

મોરબીના વાવડી રોડ પરથી ક્રિકેટનો સટ્ટો રમતો એક ઝડપાયો : એક શખ્સનું નામ ખુલ્યું

મોરબીના વાવડી રોડ પરથી આઈપીએલ ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા એક શખ્સને મોરબી એ ડિવિઝન પોલીસે ઝડપી લીધો હતો. જ્યારે અન્ય એક શખ્સનું નામ ખુલતા પોલીસે તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

વિગત મુજબ આઈપીએલની સિઝનની શરૂઆતની સાથે મેચ પર રમતા સટ્ટાઓનું પ્રમાણ પણ વધે છે ત્યારે મોરબી વાવડી રોડ આવેલ કે. જી. એન. પાર્કની છેલ્લી શેરી નજીક સનરાઈઝ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ વચ્ચે ચાલતા ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા મકબુલ ઇશાકભાઈ દલવાની(ઉ.વ.21)ને ઝડપી લીધો હતો. જેના કબ્જામાંથી ૨૧૫૦ રોકડ રૂપિયા તથા મોબાઈલ સહિત ૯૧૫૦ રૂપિયાનો મદામાલ કબજે કર્યો હતો. આ ઉપરાંત એઝાંઝ ઉર્ફે બોદીયો જેનુદીન સેયદ નામના શખ્સનું નામ ખુલતા પોલીસે આ ફરાર શખ્સને ઝડપી લેવા તપાસનો ધમધમાટ આદર્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!