આધોઇ (કચ્છ) ખાતે આવેલ ગિરનારી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ‘સંત શ્રી સંધ્યાગીરી બાપુ સંસ્કૃત વેદ વિદ્યાલય’ ખાતે આજે તા. 29 પ.પૂ.સંધ્યાગીરી બાપુના નિર્વાણ દિન નિમિત્તે ગાદી પતિ પૂ.સંત ભગવદગીરી બાપુ દ્વારા રામચરિત માનસનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાવન અવસરે ઉપસ્થિત ભક્તોએ સંતોના રૂડા આશિર્વાદ લઈને ધન્યતા અનુભવી છે.
ઉલ્લેખનીય છે કે આધોઇ(કચ્છ) ખાતે આવેલ આ એકમાત્ર સંસ્કૃત વેદ વિદ્યાલય ” જેમાં 150 થી વધારે બાળકો પૌરાણિક સંસ્કૃત શાસ્ત્રનો અભ્યાસ કરી રહ્યા છે.જે ભારતીય સંસ્કૃતિનો વારસો જાળવવાનો સફળ પ્રયાસ કહી શકાય છે. સાથે સાથે પૂ.સંત ભગવદગિરી બાપુ દ્વારા અહીં ગૌશાળાનું સંચાલન કરી અબોલ પશુઓની સેવા દ્વારા ‘શ્રેષ્ઠ માનવ ધર્મ’ નું ઉદાહરણ પૂરું પાડવામાં આવી રહ્યું છે.