મોરબી સહિત સૌરાષ્ટ્રભરના મોટાભાગનાં વિસ્તારોમાં મેઘસવારી ચાલુ છે જે આગામી બે દિવસ યથાવત રહેવાની સંભાવના વચ્ચે રાજયનાં 20 જીલ્લાને એલર્ટ રહેવાના આદેશ કરવામાં આવ્યા છે. જેને પગલે આજે માળિયાંના નવલખી બંદરે ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયુ છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ ગુલાબ વાવાઝોડુ નબળુ પડીને વેલમાર્ક લો-પ્રેસરરૂપ દક્ષિણ ગુજરાત તથા તેને સંલગ્ન ખંભાતનાં અખાતમાં કેન્દ્રીત થયુ છે.આ સીસ્ટમ પશ્ચીમ ઉતર પશ્ચીમ તરફ આગળ વધીને ઉતર પૂર્વીય સમુદ્રમાં મર્જ થવા સાથે શકિતશાળી બનીને આવતીકાલે સવાર સુધીમાં ડીપ્રેસનમાં પરિવર્તીત થશે. પશ્ચીમ ઉતર પશ્ચીમ દિશામાં આગળ ધપતી રહીને 1લી ઓકટોબર સુધીમાં વાવાઝોડામાં પરિવર્તીત થઈ શકે છે આ સીસ્ટમ વાવાઝોડુ બનવાનાં સંજોગોમાં સાહીન નામ અપાશે.
આ સીસ્ટમ અને સંભવીત વાવાઝોડાના પ્રભાવથી ગુરૂવાર તથા શુક્રવાર સુધી વરસાદનું જોર રહેશે જેથી હવામાન ખાતાની ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહીને પગલે માળીયાના નવલખી બંદરે 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત લોકોએ દરિયાની આસપાસના ન જવા સૂચના અપાઈ છે અને માછીમારોને પણ દરિયો ન ખેડવા તંત્ર દ્વારા તાકીદ કરાઈ છે.