આજે ટંકારા તાલુકાના ઉપરવાસ ગામોમાં પડેલા ભારે વરસાદના કારણે ડેમી નદી બે કાંઠે વહેવા લાગી હતી જેના કારણે ટંકારા વાકાનેર રોડ બંધ થઈ ગયો હતો
વચમાં આવતા અમરાપર ટોળ કોઠારીયા ગામના રહીશોને ટંકારાનો સંપર્ક ટુટી ગયો હોય બપોર ટાકણે ફટફટિયું લઈ સામે કાઠેથી આ પાર આવવા જુવાનિયા એ જહેમત ઉઠાવી હોમ પાણીના પ્રવાહમાં બાઈક સમેત તે તણાઈ ગયો હતો જો કે છેલ્લા સમયે પોતે જીવ બચાવવા મોટર સાયકલ પડતુ મુકી હેમખેમ બહાર આવી ગયો હતો









