મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના મારામારીના ગુન્હામાં સંડોવાયેલ ત્રણ માસથી ફરાર આરોપીને મોરબી પેરોલ ફર્લો સ્કવોડ એલસીબીની ટીમે ગજડી ગામેથી દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વિગત મુજબ મોરબી જીલ્લા પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ હેડ કોન્સ્ટેબલ જયેશભાઇ વાઘેલા,ચંન્દ્રકાંતભાઇ વામજા તથા બ્રિજેશભાઇ કાસુન્દ્રાને મળેલ બાતમી આધારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનનો ત્રણ માસથી ફરાર આરોપી ભરત લખમણભાઇ જારીયા (ઉ.વ.૪૨) રહે.ગજડી તા.ટંકારા જી.મોરબીને પોલીસે ગજડી ગામની સીમમાંથી પકડી પાડી આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોંપ્યો હોવાનું સામે આવ્યું છે.
આ કામગીરી દરમિયાન પીઆઇ વી.બી.જાડેજા, પીએસઆઇ એન.બી.ડાભી, પોલીસ હેડ કોન્સ્ટેબલ, ચંદુભાઇ કાણોતરા, ચંન્દ્રકાંતભાઇ વામજા,જયેશભાઇ વાઘેલા, કોન્સ્ટેબલ દશરથસિંહ પરમાર, બ્રિજેશભાઇ કાસુન્દ્રા, રણવિરસિંહ જાડેજા સહિતના હજાર રહ્યા હતા.