માર્ગ મરામત અભિયાન અંતર્ગત મોરબી પંથકમાં ભારે વરસાદને પગલે ધોવાયેલા રસ્તાઓને રીપેરીંગ કરી નવુંરૂપ આપવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામા આવી છે.
મોરબી જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ હસ્તક કુલ ૪૮૪.૪૭ કિ.મી. રસ્તાઓ આવેલ છે. જે પૈકી ૧૪૭.૬૦ કિ.મી. રસ્તાઓ હાલ ગેરંટી પીરીયડમાં છે તેના પેચવર્કની કામગીરી કરવા જે તે કોન્ટ્રાકટરોને જણાવી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત ૩૧૫.૩૭ કિ.મી. રસ્તા ગેરંટી પીરીયડ સિવાયના હાલ ખાતા હસ્તક છે, જે રસ્તાઓ પૈકી ૧૨૭.૧૫ કિ.મી. નવા રીસરફેસ કરવાના મંજૂર થયેલ છે. જે ચોમાસાની સિઝન બાદ ટૂંક સમયમાં ચાલુ થશે. તેમજ બાકીની લંબાઈ ૧૮૮.૨૨ કિ.મી. પૈકીના રસ્તા પર ૨૧.૫૦ કિ.મી. ખરાબ સપાટી માંથી ૧૩.૩૫ કિ.મી. લંબાઈ પર ડામર પેચની કામગીરી થઈ ગયેલ છે તથા બાકીની લંબાઈ જેમ કે ૮.૧૫ કિ.મી. પર ડામર પેચની કામગીરી પ્રગતિમાં છે, જે એકાદ અઠવાડીયામાં પૂર્ણ થશે. પેચવર્ક પૂર્ણ થયે જેતે રસ્તાની ખરાબ લંબાઈમાં પેવરપટ્ટાની કામગીરી હાથ ધરવામાં આવશે.
૭ વર્ષથી વધારે સમયથી ડામરકામ ન થયા હોય તેવા રસ્તાઓમાં મીતાળા-નેકનામ-પડધરી રોડ કિ.મી. ૬/૦ થી ૧૨/૮, શનાળા-ખાનપર રોડ કિ.મી. ૯/૦ થી ૧૮/૦, રાજકોટ- મોરબી રોડ એસ.એચ.-૨૪ (સિટી લિમિટ મોરબી શહેર)કિ.મી. ૬૦/૦૦ થી ૬૬/૬૦૦, માળિયા-પીપળીયા-હજનાળી રોડ કિ.મી. ૨૪/૦ થી ૪૫/૦, આમરણ-જીવાપર માણેકવાડા રોડ કિ.મી. ૦/૦ થી ૯/૧, મોરબી-નાનીવાવડી-બગથળા રોડ કિ.મી. ૨/૦ થી ૨૨/૬૫૦, વાંકાનેર-અમરસર-મિતાણા રોડ કિ.મી. ૪/૦ થી ૨૫/૫, વાંકાનેર-કુવાડવા રોડ કિ.મી. ૧૪/૦ થી ૨૨/૦૦, વાંકાનેર-દલડી-થાન રોડ કિ.મી. ૧૫/૫ થી ૧૮/૫, પલાસ-લુણસર-મંડણાસર રોડ કિ.મી. ૦/૦ થી ૧૦/૦ અને હળવદ-મયુરનગર-રાયસંગપર-ધનાળા-સુસવાવ રોડ કિ.મી. ૦/૦ થી ૧૧/૦ અને ૧૭/૫૦૦ થી ૧૮/૦ વગેરેના રીકારપેટના કામ મંજુર થયેલ છે જેના નવીનીકરણ માટે કોન્ટ્રાકટરોને વર્કઓર્ડર આપી દેવામાં આવ્યો છે.તેમ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર દ્વારા જણાવાયું છે.