રાજ્ય સરકારના શ્રમ અને રોજગાર, પંચાયત ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ આજે મોરબીની મુલાકાત લીધી હતી આ તકે મંત્રીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે વિવિધ કામોની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ તકે રોડ રસ્તા સહિત અનેક નવા કામોને મંજૂરી અને પ્રગતિ હેઠળ રહેલા કામોને તાબડતોબ પૂર્વ કરવા અધિકારીઓને સૂચના અપાઈ હતી.
શ્રમ રોજગાર અને પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાની મોરબીની મુલાકાત દરમિયાન નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર, નગરપાલિકાના ચીફ ઓફિસર ગીરીશ સરવૈયા સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં રોડ, રસ્તા, ગટર, પાણી, લાઇટ, સરકારની વિવિધ યોજનાઓનું અમલીકરણ ઉપરાંત શહેરીજનોની જૂની માંગના કામોને મંજુર કરવા અને પ્રગતિ હેઠળના કામોને ગુણવત્તા મુજબ તાત્કાલિક પૂર્ણ કરવા સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરાઇ હતી. સુધીના વિકાસ કામોના આયોજનો ઘડાયા હતા.