મોરબી જીલ્લામાં ક્રાઈમ રેટ વધતાની સાથે જ એસપી સુબોધ ઓડેદરા દ્વારા કડક પગલાં લેવાની શરૂઆત કરી દેવામાં આવી છે ત્યાંરે એસપી સુબોધ ઓડેદરા દ્વારા પોલીસ મથકો અને ચેક પોસ્ટની ફ્લાઈંગ વિઝિટ પણ શરૂ કરી દેવામાં આવી છે જેમાં મોરબી પોલીસની જુદી જુદી ટિમો દ્વારા ગત રાત્રીના સંવેદનશીલ વિસ્તારમાં કોબિંગ અને વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
જેમાં મોરબી એસપી સુબોધ ઓડેદરા ,ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાય, પીઆઇ વિરલ પટેલ,પીએસઆઇ એન બી ડાભી સહિતની બી ડીવીઝન, એલસીબી ,એસઓજી સહિતની ટિમો દ્વારા શહેરના સામાકાંઠા વિસ્તાર,મયુર પુલ,નહેરુગેટ ચોક, શાક માર્કેટ ચોક,ગાંધી ચોક,શનાળા રોડ,રવાપર રોડ,ઉમિયા સર્કલ,અવની ચોકડી,કાલિકા પ્લોટ,દાઉદી પ્લોટ,હુશેની ચોક સાહિતના વિસ્તારમાં ફ્લાઈંગ કોમ્બીગ હાથ ધર્યુ હતું સાથે મોરબીમાં પ્રવેશ કરતા વાહનો અને બહાર જતા વાહનોને પણ ચેક કરવામાં આવ્યા હતા જેમાં ગેરકાયદેસર રીતે નીકળેલા ખોટા બહાના બતાવતા આવરા તત્વો સામે એસપીની ટીમોએ લાલ આંખ કરી અને કડક પાઠ ભણાવ્યા હતા.