રાજય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળની કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ દ્વારા આયોજીત તથા જિલ્લા યુવા વિકાસ અધિકારી કચેરી, મોરબી દ્વારા સંચાલિત ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત એમ.એમ. સાયન્સ કોલેજ મોરબી ખાતે સાહસિક પ્રવૃતિઓની પાંચ દિવસીય શિબિર યોજાઈ હતી. આ શિબિરના પૂર્ણાહુતિ પ્રસંગે જિલ્લા કલેક્ટર જે.બી.પટેલ ઉપસ્થિત રહી શિબિરાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ શિબિરનું ઉદ્ઘાટન જિલ્લા યુવા વિકાસ અધિકારી હીરલબેન વ્યાસ દ્વારા કરવામાં આવ્યું. જિલ્લા પ્રોજેકટ ઓફિસર, ડિઝાસ્ટર શાખાના અમરીનબેન ખાનની દેખરેખ હેઠળ ૧૦૮ એમ્બ્યુલન્સની તબીબી સેવા, અગ્નિશામકની પ્રવૃતિઓ, ધરતીકંપ તથા પૂર સમયના બચાવ અંગેનું પ્રાયોગિક તથા સૈદ્ધાંતિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી મોરબીની યાદીમાં જણાવ્યું છે.