કોરોના કાળમાં યશસ્વી સેવા બજાવનાર આરોગ્ય કર્મયારીઓને શનિ, રવિ તેમજ જાહેર રજાઓનાં લાભ આપવાની માંગ સાથે આરોગ્ય કર્મચારી મહાસંઘ-મોરબી (સૂચિત) દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજુઆત કારાઈ છે.
રાજુઆતમાં જણાવ્યું કે મોરબી સહિત દેશભરમાં કોરોના વાયરસે કહેર વર્તાવ્યો હતો ત્યારે આરોગ્ય કર્મચારીઓ
પોતાની તથા પોતાના પરિવારની પરવાહ કાર્યા વગર સતત માનવ સેવામાં ખડે પગે રહ્યા હતા. હાલ આરોગ્ય કર્મચારીઓની દિવસ,રાતની મહેનત રંગ લાવી હોય તેમ કોરોના કુણો પડ્યો છે ત્યારે છેલ્લા બે વર્ષથી આરોગ્ય કર્મચારીઓએ કોઈપણ રજા ભોગવ્યા વિના સતત અને નિરંતર પોતાની સેવા રાષ્ટ્રને સમર્પિત કરી હતી. હાલ કોરોનાં વાઈરસનું પ્રમાણ સમગ્ર રાજયમાં ઓછું થઈ ગયું હોય તેમ છતા સામાજિક પ્રસંગોમાં, ધાર્મિક તહેવારોમાં, શનિ – રવીની રજાઓ તેમજ જાહેર રજાઓના દિવસોમાં આરોગ્ય કર્મચારીઓને જુદી જુદી કામગીરી સોંપવામાં આવે છે જે અટકાવી રજાઓનો લાભ આપવામાં આવે તેવી રજૂઆતના અંતમાં વિનંતી કરાઈ છે.