આંતરરાષ્ટ્રીય બાલીકા દિવસ નિમિત્તે મોરબીની યુ.એન. મહેતા આર્ટસ કોલેજ ખાતે “બેટી બચાવો બેટી પઢાઓ” વિષય અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું હતું. મુખ્ય જિલ્લા ન્યાયાધીશ અને જિલ્લા કાનૂની સેવા સતા મંડળના અધ્યક્ષ એ.ડી. ઓઝાના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચીવ આર. કે. પંડયા દ્વારા બાળકોના તથા મહિલાઓના હિતોના રક્ષણ બાબતે જાગૃતિ માટે પ્રવચન અપાયું હતુ.
આ ઉપરાંત સિનીયર સિવીલ જજ વી. એલ.પરદેશી, એડિશ્નલ સિવીલ જજ કુમારી ચુનોતી, મહિલા પોલીસ સ્ટેશનના પીઆઇ લખધીરકા, યુ.એન. મહેતા આર્ટસ કોલેજના પ્રિન્સીપાલ ડો. કંઝારીયા, મહિલા બાળ વિકાસ અધિકારી શૈલેષભાઈ અંબાલીયા, સખી વન સ્ટોપ સેન્ટરના અધ્યક્ષ પ્રવિણાબેન પંડયા, પેનલ વકીલ ખુશ્બુબેન કોઠારીએ પ્રવચન આપ્યુ હતું. જેમાં કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.