Wednesday, October 30, 2024
HomeGujaratસુરત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ પર પોલીસ દમનમાં સંડોવાયેલાઓને સસ્પેન્ડ કરો: એબીવીપી દ્વારા મોરબી...

સુરત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ પર પોલીસ દમનમાં સંડોવાયેલાઓને સસ્પેન્ડ કરો: એબીવીપી દ્વારા મોરબી કલેક્ટરને આવેદન અપાયું

સુરતની યુનિવર્સિટી આયોજીત ગરબા મહોત્સવમાં ઉમરા પોલીસે જાણે આતંક મચાવી ગરબે રમતા વિદ્યાર્થીઓને માર મારતા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં આક્રોશ ફેલાયો છે. આ બનાવમા કસૂરવાર પોલીસ સ્ટાફ સામે આકરી કાર્યવાહીની માંગ સાથે એબીવીપી દ્વારા મોરબી કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરી છે.

- Advertisement -
- Advertisement -

રજૂઆતમાં જાણવ્યુું હતું કે, સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ નવરાત્રિ નિમિત્તે યોજાયેલા ગરબાનો કાર્યક્રમ માણી રહ્યાં હતાં. આ દરમિયાન વર્ધીમાં અને સાદા કપડામાં સુરતના ઉમરા પોલીસ સ્ટેશનનાં પી.આઇ. કિરણ મોદી, પીએસઆઇ બીપીન પરમાર, ડી.સ્ટાફ કોન્સ્ટેબલ ઇસુ ગઢવી સહિત સાથી પોલીસકર્મીઓ આવી ગરબાના પંડાલમાં વિદ્યાર્થીઓની જબરદસ્તીથી ધરપકડ કરી પોલીસ સ્ટેશનમાં લઇ ગયા હતાં. જ્યાં વિદ્યાર્થીઓને મારપીટની સાથે સાથે બિભત્સ ભાષા અને ‘કેસ કરી જિંદગી પુરી કરી નાખીશું’ જેવી ધમકી પણ પીઆઇ અને તેના સાથી પોલીસ કર્મીઓ દ્વારા આપવામાં આવી હોવાની રાવ ઉઠી છે.

આથી અપરાધીઓની જગ્યાએ નિર્દોષ વિદ્યાર્થીઓ પર હુમલો કરનાર ઉમરા પોલીસ સ્ટેશનનાં પીઆઇ કિરણ મોદી અને પીએસઆઇ બીપીન પરમાર, ડી સ્ટાફ કોન્સ્ટેબલ ઇસુ ગઢવી અને તેના સાથીઓને તરત નિષ્કાષિત કરવામાં આવે તેમજ વિદ્યાર્થીઓ સાથે મારપીટ, અપશબ્દો, સાંસ્કૃત્તિક ગરબારનું અપમાન કરનાર ઉમરા પોલીસ સ્ટેશ સ્ટાફ પર અપરાધિક કલમો લગાડી કેસ કરવામાં આવે તેવી માંગ કરાઇ છે. 24 કલાકમાં આ કામગીરી કરવામાં નહિ આવે તો સુરત પોલીસ કમિશનરનો ઘેરાવ કરવાની રજૂઆતના અંતમાં ચીમકી ઉચ્ચારાય છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!