હળવદ શહેરમાં નવરાત્રી મહોત્સવની પુરબહારમાં રમઝટ જામી છે. ખેલૈયાઓ મન મૂકીને રમઝટ માણી રહ્યા છે. જેમાં વિશ્વાસ બંગ્લોઝ આયોજિત નવરાત્રિ મહોત્સવમાં મહાઆરતી સહિતના વિવિધ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવે છે ભવ્ય અને દિવ્ય સુંદર નવરાત્રી મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે.
હળવદ વિસ્તારમાં અનેક સ્થળોએ નવરાત્રી દરમ્યાન ગરબા તેમજ શેરી ગરબાનું આયોજન થયું છે વિશ્ર્વાસ બંગ્લોઝ ગરબી માં જેમાં સંસ્કૃતિ અને મણિયારો રાસ સાથે માતાજી આરાધના થાય છે અનોખા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાય છે. અહીંયા આધ્યાત્મિકતામાં સાંસ્કૃતિક સમન્વય ખૂબ સારી રીતે નિભાવાય છે ત્યારે આ યુગમાં પુરાતન સંસ્કૃતિને અનુરૂપ ગરબી નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.આદ્યશક્તિની આરાધના અને ગરબે ઘુમવા ના યુવાનો શક્તિ ભક્તિના પર્વ નવરાત્રિના સાતમાં નોરતે શેરી ગરબા ની રમઝટ સાથે ગરબા રસિયાઓ ઝુમી ઉઠ્યા હતા,
નવરાત્રી એટલે મા શક્તિ નું આરાધનાનું નવ દિવસનું મહાપર્વ છે આ પર્વ નિમિત્તે જપ તપ ને પ્રાધાન્ય અપાયું છે ચાલુ વર્ષે સરકાર ની ગાઈડલાઈન મુજબ શેરી ગરબાના આયોજન માટે નવરાત્રિના મહાપર્વની ઉજવણી કરવાના સરકાર ના આદેશ મુજબ સોસાયટી વિસ્તારોમાં શેરી ગરબાની રમઝટ જામી હતી. સાંસ્કૃતિક ગરબા ની આગવી શૈલી એ લોકપ્રિય બની છે ત્યારે શહેરના વિશ્વાસ બંગ્લોઝ માં ભવ્ય શેરી ગરબા નું સુંદર આયોજન કરવામાં આવ્યું જેમાં નાના ભુલકાઓ, વૃધ્ધો, મહિલાઓ, અને બહેન દિકરીઓ મન મૂકીને ગરબે ઘુમ્યા ત્યારે ઘર આંગણે જ શેરી ગરબા કરી હર્ષ અને ઉલ્લાસભેર આનંદ ની લાગણી અનુભવે છે બહેન દિકરીઓ પોતાને સુરક્ષિત સમજી માતાજી ની ગરબા રૂપી આરાધના કરી પ્રાર્થના કરી કે વૈશ્વિક મહામારી માંથી દરેક વ્યક્તિ બહાર આવે અને નિરોગી આયુષ્ય પ્રાપ્ત કરી નવ ભારત નું સર્જન થાય તેવી પ્રાર્થના કરી હતી. માતાજીની આરાધના કરવા ખેલૈયાઓ મન મૂકીને ઝુમી ઉઠ્યા હતા. નવરાત્રી મહોત્સવ માં આયોજક દ્વારા લાઈવ નાસ્તા અને ઠંડાપીણા આઈસ્ક્રીમ ની નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી છે. વિશ્વવાશ બંગ્લોઝ નવરાત્રી મહોત્સવ સમિતિ ના ભોરણીયા મહેન્દ્રભાઈ મગન ભાઈ, વરમોરા વાસુદેવ ભાઈ, પટેલ રણછોડભાઈ લાલજીભાઈ, ભોરણીયા મહેશભાઈ અમરશી ભાઈ,કૈલા અમિત ભાઈ ચદુભાઈ, વગરે યુવક મંડળ ના સ્વંય સેવકો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.