Sunday, November 24, 2024
HomeNewsBirthdayહળવદ ભાજપ ના પાયા ના પથ્થર અને કચ્છ જિલ્લા ભાજપ ના પૂર્વ...

હળવદ ભાજપ ના પાયા ના પથ્થર અને કચ્છ જિલ્લા ભાજપ ના પૂર્વ પ્રભારી બીપીનભાઈ દવે નો આજે ૬૬ મો જન્મદિવસ

સરળ અને નિખાલસ સ્વભાવ થી જેમની ઓળખ છે તેવા બીપીનભાઈ જનસંઘ થી લઈને અત્યાર સુધી અનેક જવાબદારીઓ સુપેરે નિભાવી લોકો ના પ્રશ્નો ને વાચા આપતા આવ્યા છે

- Advertisement -
- Advertisement -

હળવદ ભારતીય જનતા પક્ષ ના પાયા ના પથ્થર અને કચ્છ જિલ્લા ભાજપ ના પ્રભારી બીપીનભાઈ દવે નો આજે જન્મદિવસ છે બીપીનભાઈ નો જન્મ ૧૪-૧૦-૧૯૫૬ ના રોજ થયો હતો બીપીનભાઈ પોતાના જીવન ના ૬૫ વર્ષ સફળતા પૂર્વક પૂર્ણ કરી અને ૬૬ માં વર્ષ માં મંગલ પ્રવેશ કરી રહ્યા છે બીપીનભાઈ નાનપણ થી રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ના સ્વયંસેવક છે અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ની દ્રષ્ટિએ તૃતીય વર્ષ શિક્ષિત સ્વયં સેવક છે અને હાલ ના વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે ૧૯૭૮ ની સાલ માં નાગપુર ખાતે સંઘ શિક્ષા વર્ગ નું પ્રશિક્ષણ નરેન્દ્રભાઈ સાથે લીધું હતું અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ના તાલુકા કાર્યવાહ ની જવાબદારી સંભાળી હતી ત્યારબાદ રાજકીય ક્ષેત્ર માં બીપીનભાઈ દવે એ જનસંઘ માં તાલુકા મહામંત્રી તરીકે જવાબદારી સંભાળી ત્યાર બાદ ભારતીય જનતા પક્ષ ની સ્થાપના થતા હળવદ તાલુકા ભારતીય જનતા પાર્ટી ના મહામંત્રી તરીકે જવાબદારી સંભાળી અને ત્યારબાદ સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ ના ઉપપ્રમુખ – મહામંત્રી અને જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે સતત ૨ ટર્મ જવાબદારી સફળતા પૂર્વક સુપેરે નિભાવી હતી ત્યારબાદ મોરબી જિલ્લા ની સ્થાપના થતા હળવદ તાલુકા નો સમાવેશ મોરબી જિલ્લા માં થતા મોરબી જિલ્લા ભાજપ ના પ્રથમ પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી હતી અને વર્તમાન માં કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના સિન્ડિકેટ સભ્ય તરીકે પણ જવાબદારી સંભાળી હતી અને ગુજરાત એસ.ટી નિગમ ના ડિરેકટર તરીકે પણ જવાબદારી સંભાળી હતી અને ગુજરાત ભારતીય જનતા પક્ષ ના વિવિધ સંગઠન ના આગેવાનો સાથે તેમને સંગઠન લક્ષી કામ કરવાની તક મળી હતી ત્યારે બીપીનભાઈ દવે અનેક સેવાકીય પ્રવૃતિઓ સાથે પણ સંકળાયેલા છે જેમકે બિનવારસી લાસ ની અંતિમ વિધિ કરવી – છેવાળા ના માનવીઓ ની જરૂરિયાતો સરકાર સુધી પહોંચાડી તેમને સતત મદદ કરતા આવ્યા છે ત્યારે બીપીનભાઈ દવે ને તેમના ૬૪ માં જન્મદિવસ નિમિતે તેમના મોબાઈલ નંબર ૯૮૨૫૫૨૧૨૩૯ પર મિત્રો અને શુભચિંતકો શુભેચ્છાઓ નો વરસાદ વરસાવી રહ્યા છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!