મોરબીના રવાપર રોડ પર થયેલ લૂંટ પ્રકરણના આરોપીઓને હથિયાર સપ્લાય કરનાર આરોપીનું નામ ખુલતા પોલીસ દ્વારા હથિયારના જ ગુન્હામાં સંડોવાયેલા અને જેલ હવાલે રહેલા ઇસમનો મોરબી સબ જેલમાંથી કબજો લેવામાં આવ્યો છે.
થોડા સમય પૂર્વે મોરબીના રવાપર રોડ પર બંદુક બતાવીને આરોપી જયદીપ ઉર્ફે લાલો ઉર્ફે શક્તિ નાનજીભાઈ પટેલ અને સંદીપ ઉર્ફે સેન્ડી શ્યામબહાદુરસિંગ રાજપૂત બનેં આંગડીયા પેઢીના કર્મચારીને લૂંટી દિલ્હી ભાગી ગયા હતા. જેને પોલીસે ઝડપી લીધા બાદ બન્ને આરોપીને જેલ હવાલે કરવામા આવ્યા છે. લૂંટના ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓએ હથિયાર ક્યાંથી મેળવ્યું હતું ? તે અંગે પોલીસે રિમાન્ડ દરમીયાન સઘન પૂછરપછ કરી હતી જેમાં આરોપી જયદીપ પટેલે હથિયાર શક્તિસિંહ જયદીપસિંહ જાડેજા રહે. શકત શનાળાવાળા પાસેથી મેળવ્યાની કબુલાત આપી હતી.
મહત્વનું છે કે આરોપી જયદીપ અઠવાડિયા અગાઉ મોરબીની રાજપર ચોકડી નજીકથી પિસ્ટલ, કાર્તિઝ સાથે ઝાડપાયો હતો જેથી તે જેલ હવાલે હોવાથી મોરબી સબ જેલમાંથી આરોપીનો કબજો લેવામાં આવ્યો છે.