મોરબીના માધાપર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ જુગારીયાને પોલીસે ઝડપી લીધા હતા આ ઉપરાંત
મોરબીના માર્કેટીંગ યાર્ડ નજીક ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા એક શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. જેમા અન્ય એક ઇસમની સંડોવણી ખુલતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મોરબીના માધાપર શેરી ન;-૨૨ ના નાકા નજીક જુગારની મહેફિલ જામી હોવાની પોલીસને બાતમી મળતા સીટી એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો. જ્યાં રેઇડ કરતા આરોપી સતીષભાઇ ધીરજલાલ ગણેશીયા (ઉ.વ.૩૧), ચેતનભાઇ કિરીટભાઇ ગોહેલ (ઉ.વ.૨૮), મનીષભાઇ દેવકરણભાઇ ખાણધર (ઉ.વ.૩૨) સહિતનાઓને ઝડપી લીધા હતા. પોલીસે તમામના કબ્જામાંથી રૂપિયા ૪૫૫૦નો મુદ્દામાલ જપ્ત કરી જુગારધારા હેઠળ કાર્યવાહી કરી હતી.
આ ઉપરાંત મોરબી સીટી એ ડિવીઝન પોલીસે મોરબીના શનાળા રોડ પર આવેલ માર્કેટીંગ યાર્ડની કેન્ટીન પાસેથી ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા આરોપી ચીરાગભાઇ ભાઇલાલભાઇ મોટકા (ઉ.વ.૨૫)રહે.મોરબી પંચાસર રોડ શ્યામપાર્ક શેરીનં.૨ જયેશભાઇ રૂપાલાના મકાનમાં ભાડેથી મુળરહે.ખેરવા રામજીમંદીર વાળી શેરીતા.પાટડીજી. સુરેન્દ્રનગરવાળાને ઝડપી લીધો હતો. જેની પાસેથી પોલીસે રોકડા રૂપિયા ૧૨૦૦ તથા મોબાઇલ ફોન કિ.રૂ.૫૦૦૦ મળી રૂ.૬૨૦૦નો મુદામાલ કબજે કર્યો હતો.આ ગુનામાં અન્ય એક આરોપી રોનકભાઇ વાઘડીયાનું નામ ખુલતા પોલીસે તપાસ હાથ ધરી છે.