નશાના કાળા કારોબારને નેસ્ત નાબૂદ કરવા સરકાર કટિબદ્ધ છે ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી દ્વારા મહત્વની જાહેરાત કરાઇ છે જેમાં ડ્રગ્સ, ગાંજો સહિતના માદક પદાર્થની હેરાફેરી કરનારાઓની અને મુદ્દામાલની બાતમી આપનાર સેવકોને મુદ્દામાલના 20 ટકા સુધીનું પ્રોત્સાહક ઇનામ આપવમાં આવશે. નશાની ચૂંગાલમાં ફસાતા લોકોને બચાવવા અને સમાજ સેવકોને પ્રોત્સાહન આપવાના હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. આ અંગે રાજ્યમાં પહેલી વખત નાર્કો રીવોર્ડ પોલીસી જાહેર કરાઇ છે.
શુ છે આ નાર્કો રીવોર્ડ પોલીસી?
બાતમીદારે આપેલ બાતમીના આધારે કરવામાં આવેલ જપ્તીના સંદર્ભમાં માહિતીની વિશિષ્ટતા અને ચોક્ક્સાઇ, લેવામાં આવેલ જોખમ, તકલીફો, બાતમીદારે કરેલ મદદ અને તેનુ પ્રમાણ, માહિતી-બાતમી, NDPS એક્ટ હેઠળના પદાર્થોની હેરાફેરીમાં સંકળાયેલ વ્યક્તિઓ અને ટોળકીઓની કડીઆપે છે કે કેમ ? વિગેરે બાબતો પણ રીવોર્ડની રકમ નક્કી કરતી વખતે ધ્યાને લેવાની રહેશે.
સરકારી કર્મચારીઓ-અધિકારીઓ દ્વારા કાર્યવાહી આવી હોય એવા કિસ્સામાં સફળ જપ્તી થઇ હોય તેવા કિસ્સાઓમાં અધિકારીઓ-કર્મચારીઓ દ્વારા કરાયેલા ખાસ પ્રયત્નો, કામગીરીમાં લીધેલું જોખમ, કર્મચારીઓ-અધિકારીઓની સતર્કતા, દર્શાવેલી ચતુરાઈ વિગેરે ધ્યાને લેવાના રહેશે.
જે અધિકારી-કર્મચારી તેની સામાન્ય ફરજના ભાગ રૂપે મેળવેલા પુરાવા રજૂ કરે તેને કોઈ રીવોર્ડ આપવામાં આવશે નહીં. NDPS અધિનિયમ-1985 ની જોગવાઈઓ હેઠળ જપ્ત કરેલા પદાર્થોની હાલની ગેરકાયદેસર કિંમતના 20% સુધીના રીવોર્ડને પાત્ર રહેશે.
સરકારી કર્મચારીઓ તેમની સમગ્ર કારકિર્દી દરમિયાન રૂ.20 લાખથી વધુ નહીં એટલી કુલ રકમનો રીવોર્ડની મંજૂરી-ચુકવણી માટે પાત્ર રહેશે,
સરકારી અધિકારી-કર્મચારી જો બાતમીદારની ભુમીકામાં હોય તો મળવા પાત્ર રકમના પ્રમાણમાં રીવોર્ડની રકમથી સ્વતંત્ર રીવોર્ડ રકમ મેળવવા હકદાર રહેશે.