મોરબીમાં આજે દશેરા ના દિવસે જુદા જુદા સમાજ દ્વારા સાદાઈથી શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું .જેમાં દશેરાના દિવસે કરવામાં આવતું આ શસ્ત્ર પૂજન હિન્દૂ ધર્મમાં વધારે મહત્વ ધરાવે છે જેમાં ઢોલ નગારા સાથે વાજતે ગાજતે શસ્ત્ર પૂજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે કોરોના ને ધ્યાનમાં રાખી શાંતિપૂર્ણ માહોલમાં શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું છે જેમાં મોરબી જિલ્લા પોલીસ દ્વારા પણ આજે દશેરાના દિવસે જુદા જુદા હથિયારોનું શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું મોરબી એસપી સુબોધ ઓડેદરા દ્વારા તાલુકા પોલીસ લાઈન ખાતે ગરબીના ગ્રાઉન્ડમાં વિધિવત પૂજન કરી શસ્ત્ર ન્યાય માટે લડે એ માટેની પ્રાર્થના કરવામાં આવી હતી.
આ શસ્ત્ર પૂજનમાં મોરબી એસપી સુબોધ ઓડેદરા, ડીવાયએસપી રાધિકા ભારાઈ,ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાય,પીઆઇ એમ આર ગોઢાણીયા,પીઆઈ જે એમ આલ,પીઆઇ વિરલ પટેલ,પીએસઆઇ એન એચ ચુડાસમા,સહિતના મહિલા પીઆઇ પીએસઆઇ હાજર રહ્યા હતા આ જ રીતે મોરબી એલસીબી ,એસઓજી, એ ડીવીઝન, બી ડીવીઝન, માળિયા મી.,ટંકારા, વાંકાનેર શહેર,વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા પણ શસ્ત્ર પૂજન કર્યું હતું.