અંજાર, મોરબીના તત્કાલીન ધારાસભ્ય સહિતનાઓને આચારસંહિતા ભંગ બદલ વર્ષ 2018 માં ફટકારેલી સજા સામે સેશન્સ કોર્ટમાં અપીલ કરતા તમામને આજે નિર્દોષ છોડી મુકવા કોર્ટે હુકમ કર્યો છે ત્યારે કોર્ટના હુકમથી નારાજ થઈ મોરબીના ડીજીપીપીએ આ હુકમને વડી અદાલતમાં પડકારવાનું જણાવ્યું છે.
મોરબીના તત્કાલીન ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા તથા અંજારના ધારાસભ્ય નીમાબેન આચાર્ય તથા ભાજપ યુવા મોરચા અગ્રણી મનોજ પનારાને 2009મા કરેલ આચારસંહિતા ભંગ બદલ ગુન્હામા 2018 માં તમામને એક,એક વર્ષની કેદ અને 1000નો દંડ ફટકરાયો હતો ત્યારબાદ જામીનમુક્ત કરાયેલાઓએ ઉપલી કોર્ટમાં અપીલ કરી હતી. આ કેસ આજે સેશન્સ કોર્ટમાં ચાલી જતા હાલના વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્ય,પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા સાહિત તમામને નિર્દોષ છોડવાનો હુકમ કરાયો છે . એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટના આ ચુકાદા સામે નારાજગી વ્યક્ત કરતા મોરબીના ડીજીપીપી વી.સી.જાનીએ જણાવ્યું હતું કે અદાલતના આ ચુકાદાને વડી અદાલતમાં પડકારવામાં આવશે. અદાલતનો આ ચુકાદો અમને માન્ય ન હોવાથી ભવિષ્યમાં સર્ટિફાઇડ કોપી મળ્યે કાયદાની પ્રક્રિયા અનુસરીને અમે વડી અદાલતમાં જશું તેમ જણાવ્યું હતું.