હળવદ પંથકમાં છેલા કેટલાક દિવસથી વરસાદે વિરામ લીધો હોય ઉપરાંત દિવાળીના તહેવારના આગમનને પગલે હળવદ માર્કેટિંગ યાર્ડમાં કપાસ અને મગફળીની બંપર આવક થતા માર્કેટિંગ યાર્ડ મગફળી તથા કપાસ સહિતની જણશથી ઉભરાઈ રહ્યું છે. ત્યારે આજે યાર્ડમાં મગફળીની 20 હજાર અને કપાસની 30 હજાર મણ જેટલી આવક થઈ છે. જેમાં કપાસના ભાવ મણ દીઠ 1 હજારથી લઈ રૂપિયા 1600 અને મગફળીના ભાવ 750થી માંડી રૂપિયા 1151 સુધી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે હળવદ માર્કેટિંગ યાર્ડમા આજુબાજુના પાચ તાલુકાઓમાંથી ખેડૂતો ખેતીપાક વહેચવા આવતા હોય છે તેઓએ યાર્ડે નક્કી કરેલ સમયે જ જણશ લઈને આવવા અંગે યાર્ડના સેક્રેટરીએ અનુરોધ કર્યો છે.