મેડિકલ અને પેરા મેડિકલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા માધાપરવાડી કન્યા શાળા ખાતે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે યુવતીઓને થતા ગાયનેક પ્રોબ્લેમ વિશે વિસ્તૃત સમજ આપતા જણાવ્યું હતું કે આ એક કુદરતી પ્રક્રિયા છે જેનો ડર, શરમ કે સંકોચ રાખવો જોઈએ નહીં, આ દિવસો દરમ્યાન ખુબજ સ્વચ્છતા જાળવી જોઈએ સેનેટરીપેડનો ઉપયોગ કેવી રીતે કરવો ? નિકાલ કેવી રીતે કરવો વગેરે વિશે વિસ્તૃત માહિતી પુરી પાડી હતી, સેમિનાર દરમ્યાન વિદ્યાર્થીનીઓને એક એક ચિઠ્ઠી આપી હતી અને વિદ્યાર્થીનીઓને પડતી સમસ્યાઓ વિશે પિરિયડમાં પોષણક્ષમ ખોરાક લેવો જોઈએ જેથી આ સમસ્યા નિવારી શકાય.
વધુમા આ તકે મેડિકલની તમામ ફેકલ્ટી એમબીબીએસ, એમએસ,એમડી. ડેન્ટલ, બીએએમએસ, બીએચએમએસ, ફિઝ્યો, નર્સિંગ વગેરે કોર્ષની માહિતી પૂરી પાડી હતી અંતમાં મેડિકલ સ્ટુડન્ટ તરફથી તમામ બાળાઓને સેનેટરી પેડ અર્પણ કરાયા હતા.