મોરબી પંથકમાં કપાસ સહિતના પાકને પાણીની જરૂર હોય આથી પીયત માટે પાણી છોડવાની માંગ સાથે સૌરાષ્ટ્ર શાખા નહેર, વર્તુળ નં. ૪ના અધિક્ષક ઈજનેર જે જે પંડ્યાને ભારતીય કિસાન સંઘ મોરબીના પ્રમુખ જીલેશ કાલરીયાએ રજુઆત કરી છે.
રજૂઆતમાં જણાવ્યા મુજબ ચાલુ વર્ષ માં વરસાદની અનિશ્ચિતતા રહી હોવાથી હાલ ખરીફ સિઝનમાં લાંબા દિવસો સુધી ઉભા રહેતા પાકોને તાત્કાલિક પાણીની જરૂર વર્તાઈ રહી છે.બીજી બાજુ રવિ સિઝનની તારીખો પ્રમાણે જે પાણી છોડવામાં છે તે તારીખોને બદલે હાલમા તાત્કાલિક ધોરણે પાણી છોડવામાં આવે તો કપાસ સહિતના ઉભા પાકને ફાયદો થઈ શકે તેમ છે આથી કિસાન સંઘે માંગ ઉઠાવી છે.