Wednesday, October 30, 2024
HomeGujaratવાંકાનેરના સતાપરમાં રૂપિયાની ઉઘરાણીએ આવેલા ત્રણ આરોપીએ નિર્દોષ પાડોશીને છુટા પથ્થરના ઘા...

વાંકાનેરના સતાપરમાં રૂપિયાની ઉઘરાણીએ આવેલા ત્રણ આરોપીએ નિર્દોષ પાડોશીને છુટા પથ્થરના ઘા ઝીંક્યા

વાંકાનેર તાલુકાના સતાપર ગામની સીમમાં સવસીભાઇ કલાભાઇ ધરજીયા નામના વૃદ્ધ પોતાની વાડીએ કામ કરી રહ્યા હતા આ દરમિયાન બાજુમાં રહેતા મનસુખભાઇ કેશાભાઇ પાસેથી રૂપિયાની ઉઘરાણી કરવા આવેલ ત્રાજપરના આરોપી રવીભાઇ હેમતભાઇ કોળી, સુનીલભાઇ નારણભાઇ કોળી, રાધવભાઇ ગોરધનભાઇ કોળી સહિતનાઓ મનસુખભાઈની બાઇકમાં તોડફોડ કરતા હતા આથી સવજીભાઈએ આરોપીઓને અટકાવતા આરોપીએ છુટા પથ્થરના ઘા ઝીંક્યા હતા વધુમાં ઢીકા પાટુનો મુંઢ માર મારી મારી નાખવાની ધમકી આપતા વાંકાનેર તાલુકા મથકમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ફરિયાદને પગલે વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!