સુરજબારી ચેક પોસ્ટથી માળીયા સુધી નેશનલ હાઇવે નં.૨૭ ઉપરથી સીસીટીવી કેમેરાની બેટરી અને ઇન્વેટર ચોરતી ગેંગ વિરુદ્ધ માળીયા પોલીસ મથક માં ફરિયાદ નોંધાઈ છે.
ઉતમસિંઘ છોટેલાલસિંઘ રાજપુતે આરોપી ઉપેન્દ્રભાઇ મુરજીભાઇ સુથાર તથા ઉમરદીનભાઇ અવેશભાઇ જીએજા રહે. બન્ને શીકારપુર પટેલવાસ તા-ભચાઉવાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું કે સેફ્વે કન્સેસન્સ ગારામોરે ટોલવે પ્રા.લીમિટેડ કંપનીએ સુરજબારીથી માળીયા સુધીમા લાઇટ તથા કેમેરા તથા વી.એમ.એસ ચાલુ રાખવા માટે બેટરી તથા ઇન્વેટરો લગાડ્યા છે જેમાથી 100AHની બેટરી નંગ-૧૮ કિ.રૂ.૨,૧૬,૦૦૦ તથા 180AHની બે બેટરી કિ.રૂ.૩૨૦૦૦ તથા ઇન્વેટર ESP 1450/24 નંગ-૧૦ ની કિ.રૂ.૪૦૦૦૦ એમ કુલ રૂપીયા ૨,૮૮,૦૦૦ ની ચોરી જતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.