Wednesday, October 30, 2024
HomeGujaratમા ભારતી ભોમની રક્ષા કાજે પ્રાણ ન્યોચ્છાવર કરનાર પોલીસ વીરોના માનમાં ઉજવાતો...

મા ભારતી ભોમની રક્ષા કાજે પ્રાણ ન્યોચ્છાવર કરનાર પોલીસ વીરોના માનમાં ઉજવાતો રાષ્ટ્રીય પોલીસ દિવસ

પોલીસકર્મીઓનો બહાદુરી અને બલિદાનનો ઉજળો ઇતિહાસ છે. 1959માં ચીન સાથેની સરહદની સુરક્ષા કરતી વખતે 10 પોલીસકર્મીઓએ દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું. આ શહીદ વિરોના માનમાં દર વર્ષે 21 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય પોલીસ દિવસ અથવા પોલીસ સ્મારક દિવસ ઉજવવામાં આવે છે.

- Advertisement -
- Advertisement -

અગાઉ તિબેટ સાથે ભારતની 2,500 માઇલ લાંબી સરહદ પર નજર રાખવાની જવાબદારી ભારતીય પોલીસકર્મીઓની હતી. 20 ઓક્ટોબર, 1959 ના રોજ, 3 જી બટાલિયનની એક કંપની ઉત્તર પૂર્વીય લદ્દાખમાં હોટ સ્પ્રિંગ્સમાં તૈનાત હતી. કંપનીને ત્રણ એકમોમાં વહેંચીને સરહદની રક્ષા, દેખરેખ અને રક્ષણની જવાબદારી સોંપવામાં આવી હતી. ફરજ દરમિયાન સરહદ પર વધુ પેટ્રોલિંગ કરવા ગયેલા બે ટુકડીના સભ્યો તે દિવસે બપોર સુધીમાં પાછા ફર્યા પરંતુ ત્રીજી ટુકડીના સભ્યો પાછા ફર્યા ન હતા જેમાં બે પોલીસ કોન્સ્ટેબલ અને એક કુલીનો સમાવેશ થતો હતો. બીજા દિવસે બધા જવાનોને ભેગા કરી ગુમ થયેલા કર્મીઓની શોધ માટે એક ટુકડી બનાવવામાં આવી હતી.

ત્યારબાદ DCIO કરમ સિંહની આગેવાની હેઠળની ટુકડી 21 ઓક્ટોબર ના રોજ ગુમ થયેલા પોલીસકર્મીઓની શોધમાં નીકળી હતી. તે ટુકડીમાં 20 જેટલા પોલીસકર્મીઓ સામેલ હતા. કર્મસિંહ ઘોડા પર સવાર હતા જ્યારે બાકીના પોલીસકર્મીઓ પગપાળા હતા. જેમાં પાયદળના જવાનોને 3 એકમોમાં વહેંચવામાં આવ્યા હતા. આ દરમિયાન બપોરે ચીની સૈનિકોએ ટેકરી પરથી આક્રમણ કરી ફાયરિંગ અને ગ્રેનેડ ફેંકવાનું શરૂ કર્યું હતું.જેમાં મોટાભાગના સૈનિકો ઘાયલ થયા હતા કારણ કે પોલીસકર્મીઓને પોતાની જાતને બચાવવાનો કોઈ રસ્તો ન હતો. તે હુમલામાં 10 બહાદુર પોલીસકર્મીઓ શહીદ થયા હતા જ્યારે અન્ય સાત ઘાયલ થયા હતા. સાત ઘાયલ પોલીસકર્મીઓને ચીની સૈનિકોએ બંદી બનાવ્યા હતા જ્યારે અન્ય પોલીસકર્મીઓ ભાગવામાં સફળ રહ્યા હતા. 13 નવેમ્બર, 1959 ના રોજ શહીદ થયેલા દસ પોલીસકર્મીઓના મૃતદેહ ચીની સૈનિકો દ્વારા પરત કરવામાં આવ્યા હતા.આ તમામ શહીદ પોલીસકર્મીઓના અંતિમ સંસ્કાર સંપૂર્ણ પોલીસ સન્માન સાથે હોટ સ્પ્રિંગ્સમાં કરવામાં આવ્યા હતા.

ત્યારબાદ જાન્યુઆરી 1960 માં, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પોલીસ મહાનિરીક્ષકોની યોજાયેલી વાર્ષિક પરિષદમાં લદ્દાખમાં શહીદ થયેલા બહાદુર પોલીસકર્મીઓ અને વર્ષ દરમિયાન ફરજ ઉઓએર જીવ ગુમાવનાર અન્ય પોલીસકર્મીઓને સન્માનિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો અને તેમના સન્માનમાં દર વર્ષે 21 ઓક્ટોબરે ‘રિમેમ્બરન્સ ડે’ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ત્યારથી માંડી અત્યાર સુધી રાષ્ટ્રીય પોલીસ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!