મોરબી જિલ્લામાં ગ્રામ રક્ષક દળ અને સાગર રક્ષક દળમાં 446 જેટલા સભ્યોની ભરતી કરવામાં આવશે. જેમાં ઇચ્ચુંક ઉમેદવારોએ તા.3 -11 સુધીમાં અરજી ફોર્મ ભરી જવા જણાવાયું છે.
મોરબી જિલ્લામાં ગ્રામ રક્ષક દળ તથા સાગર રક્ષક દળમાં માળીયા(મી.) પોલીસ સ્ટેશનમાં ૫૭ જી.આર.ડી. પુરૂષ અને ૪૦ જી.આર.ડી. મહિલા તેમજ ૩૪ એસ.આર.ડી., મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ૧૫ જી.આર.ડી. પુરૂષ, ૪૯ જી.આર.ડી. મહિલા, ૫ એસ.આર.ડી., હળવદ પોલીસ સ્ટેશનમાં ૬૪ જી.આર.ડી. પુરૂષ, ૫૦ જી.આર.ડી. મહિલા, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ૩૫ જી.આર.ડી. પુરૂષ, ૫૧ જી.આર.ડી. મહિલા, ટંકારા પોલીસ સ્ટેશનમાં ૧૯ જી.આર.ડી. પુરૂષ, ૨૭ જી.આર.ડી. મહિલા સહિત ૪૪૬ માનદ સભ્યોની ભરતી કરવામા આવશે.
આ ભરતી માટે શૈક્ષણીક લાયકાત-૩ પાસ કે તેથી વધુ, ઉંમર-૨૦ થી ૫૦ વર્ષ સુધીના, મોરબી તાલુકા, વાંકાનેર તાલુકા, માળીયા (મી), ટંકારા હળવદ વિસ્તારના અને શારીરિક તથા માનસિક સશક્ત ઉમેદવારોએ અરજી ફોર્મના નમુના સ્થાનિક પોલીસ સ્ટેશન અથવા જી.આર ડી. શાખા, રૂમ નં ૧૫, પોલીસ અધિક્ષકની કચેરી નવા સેવાસદનની બાજુમાં, શોભેશ્વર રોડ, મોરબી-૨. ખાતેથી તા.ર૬/૧૦/૨૦૨૧ થી તા.૦૩/૧૧/૨૦૨૧ સુધીમાં મેળવવાના રહેશે. ત્યારબાદ તા.૦૩/૧૧/૨૦૨૧ સુધીમાં અરજી ફોર્મ જમા કરાવવાના રહેશે. ભરતી પ્રકીયાની વિગતવારની માહિતી “Morbi Police” ના ફેસબુક પેજ પર તથા જી.આર.ડી. શાખા તથા સંબંધિત પોલીસ સ્ટેશન ખાતેથી રૂબરૂમાં મળી રહેશે. મોરબી એસપી સુબોધ ઓડેદરાએ જણાવ્યું છે.