કોરોના સહિત કોઈ પણ રોગ સામે પ્રાથમિક ધોરણે સાબુએ હાથવગા હથિયાર તરીકે સ્થાન મેળવ્યું છે. ત્યારે
ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા “ગ્લોબલ હેન્ડવોશિંગ ડે” નિમિતે શાળાઓમાં સાબુ બેંકની સ્થાપના કરવા જણાવવામાં આવ્યું હતું. જે અંતર્ગત માળિયા તાલુકાના મોટીબરાર ગામની રત્નમણિ પ્રાથમિક શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓના સહયોગથી સાબુ બેંકની સ્થાપના કરવામાં આવી હતી. આ સાબુ બેંકનું સંચાલન શાળાના વિદ્યાર્થી ઓગણજા અમન અને ડાંગર પ્રિયા દ્વારા કરાશે.
આ સાબુ બેંકમાં શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ સહિત ગામની કોઈ પણ વ્યક્તિ સાબુનું દાન કરી શકશે. સાબુ બેંકમાં એકઠા થયેલા સાબુનો ઉપયોગ શાળામાં વિદ્યાર્થીઓ નિયમિત હાથ ધોવા માટે કરી કોરોના સામે રક્ષણ મેળવવામાં