હળવદમા વેપારીએ બેટરીના બાકી પૈસાની ઉઘરાણી કરતા ચાર વ્યક્તિઓએ વેપારી ઉપર તલવાર, છરી જેવા ઘાતકી હથીયાર વડે હુમલો કાર્યનો બનાવ પોલીસ ચોપડે નોંધાતા મોરબી ડીવાયએસપી રાધિકા ભારાઈ, માળિયા પીએસઆઈ સહિતનો પોલીસ કાફલો હળવદ ખાતે દોળી જઇ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
બનાવની મળતી વિગતો અનુસાર હળવદના કણબીપરામા રહેતા ધવલભાઇ પ્રવીણભાઇ વાધોડીયા આરોપી ઇલ્યાસ પાસે બેટરીના પૈસા માંગતા હતા જે પૈસાની વેપારીએ ઉઘરાણી કરતા માથાકૂટ થઈ હતી જેમાં આરોપી ઇલ્યાસે વેપારી ધવલભાઈને ગાળો આપી હતી ત્યારબાદ આરોપી ઇલ્યાસભાઇ યાકુબભાઇ જંગરીએ અન્ય આરોપી ફયાજ યાકુબભાઇ જંગરી તથા રજાક હમબાદ જંગરી તેમજ મકબુલ રજાકભાઇ જંગરી રહે. બધા હળવદ જી.મોરબીવાળાઓને ફોન કરતા આ આરોપીઓ દુકાને તલવારો સાથે પહોચી ગયા હતા. જ્યાં વેપારી પર તલવાર છરી વડે તૂટી પડયા હતાં. વધુમાં વેપારીને ગાળો આપી મારી નાખવાની ધમકી આપી હતી જો કે આ બનાવમાં વેપારીનો બચાવ થયો હતો. જે અંગે પોલીસ મથકે જંગરી સમાજના ચાર આરોપી વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ છે. આ બનાવની જાણ થતા મોરબી ડીવાયએસપી રાધિકા ભારાઈ,હળવદ ઈન્ચાર્જ પીઆઈ એ એ જાડેજા, માળિયા પીએસઆઈ નરેન્દ્રસિંહ ચુડાસમા, સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક પહોંચી ગયો હતો અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે પોલીસનો દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.જો કે આ પૈકીના ત્રણ આરોપીઓ હળવદ પોલીસના હાથવેતમાં હોવાનું આધારભૂત સુત્રોમાંથી જાણવા મળ્યું છે.