રાષ્ટ્રવાદી પ્રખર સંગઠન, જય અંબે સેવા ગ્રુપ મોરબી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાષ્ટ્રના આંતરિક પડકારો અને આપણી ભૂમિકા વિષય પર વિખ્યાત પત્રકાર પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠીજીના વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 27 ઓગસ્ટને બુધવારના રોજ રાત્રીના 8 વાગ્યા દરમિયાન મોરબીના લીલાપર કેનાલ રોડ પર આવેલ ક્લાસિક બેંકવેટ હોલ ખાતે વ્યાખ્યાન યોજશે.આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે કાજલબેન સિંગાળા (કાજલ હિન્દુસ્તાની) હાજરી આપી કાર્યક્રમની શોભા વધારશે. કાર્યક્રમના મુખ્ય આયોજક તરીકે જય અંબે સેવા ગ્રુપના જીજ્ઞેશભાઈ કૈલા સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.