માળીયા નજીક કચ્છ મોરબી હાઈવે પરથી પોલીસે કચ્છ જિલ્લાના ૩ યુવાનોને ચરસના જથ્થા સાથે ધરપકડ કરી કાર સહીતનો મુદામાલ કબજે કર્યૌ હતો તેમજ વધુ બે યુવાનોની ઝડપી લેવા તપાસ હાથ ધરી છે….
સૌરાષ્ટ્રમાં પણ ધીરેધીરે માદક પ્રદાથૌનુ સેવન વધી રહ્યું છે અને ખાસ કરીને યુવાધને તેની લત લાગવાના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે તેવામા માળીયા નજીકથી મોરબી કચ્છ હાઈવે પર માળીયા પોલીસે અહીંથી પસાર થતી કાર નં. જી. જે. ૧૨ ડી. એસ. ૨૮૦૪ ને અટકાવી તલાશી લેતા તેમાથી ૮૮૦ ગ્રામ ચરસનો જથ્થો મળી આવ્યો હતો તેમજ કારમાથી વાસુદેવ ઉર્ફે વિવાન વાલજીભાઇ બારોટ ઉવ.-૨૫ રહે.ડી-૨૨ ઈફ્કો કોલોની ઉદયનગર ગાંધીધામ
મુળ ભાભર જી.બનાસકાંઠા, દશરથ દિનેશભાઇ વ્યાસ ઉવ.-૩૩ રહે.આદીપુર ગુરૂકૃપા સોસાયટી મેઘપર કુંભારડી પ્લઠ નં.- ૨૦૪ તા.અંજાર જી.ભુજ, શંકર ગોવાભાઇ ગરચર રબારી ઉવ.-૨૧ રહે.મીંદીયાળા તા.અંજાર જી.ભુજ તથા ચરસ જથ્થા પુરો પાડવામાં મદદ કરનાર યશ ગોવિંદભાઇ ગઢવી રહે.બ્રમ્હપુરી સોસાયટી માંડવી ,જીવરાજ હરધોળ ગઢવી રહે.ચાગડાઇ તા.માંડવીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે અને ગુનો દાખલ કરી કુલ રૂ.૯,૪૭,૨૦૦ના મુદામાલ સાથે ધરપકડ કરી હતી.