મોરબી જિલ્લામાં અપમૃત્યુના ચાર બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે જેમાં પાણીની કુંડીમાં પડી જતા બાળકનું મોત નીપજ્યું છે તથા અકસ્માતના બે બનાવમાં એક યુવાન અને એક વૃદ્ધાનું મૃત્યુ થયું છે જ્યારે એક વૃદ્ધાએ ગળાફાંસો ખાઈને આયખું ટૂંકાવ્યાનો બનાવ સામે આવ્યો છે.
મોરબીના ઘુટુ-ઉચી માંડલ જતા રસ્તામાં લાઇકોસ કારખાના ગોડાઉન સામે રોડ ઉપર ટેલરના નંબર આરજે19જીએફ 9192 ચાલકે પોતાનું વાહન આડેધડ ચલાવી ફરિયાદી જીતેન્દ્રભાઇ દીલીપભાઇ વાઘેલાના પુત્રના કુલદીપસિંહની બાઇકને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો આ બનાવમાં કુલદીપસિંહને ગંભીર ઇજા પહોંચતા તેનું મોત નિપજયુ હોવાનું સામે આવ્યું છે આ અંગે જીતેન્દ્ર ભાઈએ અજાણ્યાં ટેલર ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
અકસ્માતના વધુ એક બનાવમાં ધ્રાંગધ્રા-હળવદ હાઇવે રોડે સુખપર ગામ પાસે ઓવરબ્રીજ ઉપર અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન બેફામ સ્પીડે ચલાવી હીરાભાઇ કલાભાઇ બારણીયાના માતા પારુલબેન કલાભાઇ બારણીયાને અડફેટે લેતા તેઓને ગંભીર ઇજા થવા પામી હતી. જેને પગલે તેઓને પેટના ભાગે તથા બંન્ને પગે ગંભીર ઇજા થતા તેઓનું મોત નીપજ્યું હતું. આ બનાવને લઈને હીરાભાઈએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
આ ઉપરાંત મોરબીના રાજપર ગામેં રહેતાં મધુબેન નરભેરામભાઇ મારવાણીયા (ઉ.વ.૫૫)એ અગમ્ય કારણોસર
ફાસો ખાઇ મોત વ્હાલું કરતા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
વધુમાં વાંકાનેર તાલુકાના ખીજડીયા શેરસીયા રફીકભાની વાડીએ રહેતા આદિવાસી પરિવારના મનીષભાઇ અઠેસીંગ ભાભર નામના એક વર્ષની ઉંમરનો બાળક અકસ્માતે વાડીએ પાણીની કુંડીમા ડુબી જતા તેનું મોત નીપજ્યું છે આ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.