Wednesday, October 30, 2024
HomeGujaratમોરબીમાં સાસરિયાના ત્રાસથી તરછોડાયેલ પીડિતાને અભયમની ટીમ દ્વારા આશ્રયગૃહ ખાતે રહેવાની વ્યવસ્થા...

મોરબીમાં સાસરિયાના ત્રાસથી તરછોડાયેલ પીડિતાને અભયમની ટીમ દ્વારા આશ્રયગૃહ ખાતે રહેવાની વ્યવસ્થા કરાઇ

મોરબી શહેરમાંથી સાસરીયા તથા પતિના ત્રાસથી તરછોડાયેલ પીડિતાને ૧૮૧ અભયમ ટીમેં કાઉન્સિલિંગ કરી મહિલાને આશ્રયગૃહ ખાતે રહેવાની વ્યવસ્થા કરી હતી.

- Advertisement -
- Advertisement -

મોરબીમાં ૧૮૧માં જાગૃત નાગરિકને કોલ આવ્યો કે એક બેન છેલ્લા પંદર દીવસથી રખડે છે જેની સાથે એક બાળક પણ છે માટે તેમને મદદની જરૂર છે .તુરંત મોરબી 181 ટીમના કાઉન્સેલર રસીલા બેન કુંભાણી પોલીસ જયશ્રી બેન તથા પાયલોટ ભરત ભાઈ સ્થળ પર પહોચ્યા અને પીડિતા બહેન સાથે વાત કરવાની કોશિશ કરી વાત કરતા જણાયું કે તે ગુજરાતી ભાષા સમજી શકતા ન હોવાથી અભયમની ટિમ દ્વારા આજુબાજુ પૂછપરછ કરી મહિલાની ભાષા સમજી શકે તેવા એક ભાઈને શોધી તેના દ્વારા જાણવા મળ્યું કે તે મહિલા બિહારના છે અને તે પરિણીત છે પરંતુ તેના પતિએ બીજા લગ્ન કરી લીધાં છે અને પત્ની તથા બાળકને ઘરમાંથી કાઢી મુક્યા છે.પિયરમાં પણ માતા પિતા હયાતી ન હોઈ અને ભાઈ સાથે રાખવા તૈયાર ન હોવાથી પરિણીતા બાળક સાથે નીકળી ગઈ હતી અને ગુજરાતમાં આવીને મજૂરી કરીને તેનું તથા તેના બાળકનું ભરણપોષણ કરે છે.જે હવે પોતાનાં વતન પરત જવા માંગતી હોવાથી 181 ટીમે પીડિતાનુ કાઉસેલિંગ કરી તેને આશ્રય અને અન્ય મદદ માટે વન સ્ટોપ સેન્ટર ખાતે લઇ જવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!