મોરબી ડિસ્ટ્રીક લીગલ સર્વિસીસ ઓથોરિટી અને જિનિયસ ગ્રુપના સહયોગથી મોરબીની સાર્થક વિદ્યામંદિર શાળા ખાતે લીગલ અવેરનેસ એન્ડ ડિફેન્સ ટેકનીકની શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થિનીઓ અને સંસ્થાના સ્ટાફની મહિલાઓને સ્વબચાવની તાલીમ અને કાનૂની માર્ગદર્શન અપાયું હતું.
લીગલ અવેરનેસ એન્ડ ડિફેન્સ ટેકનીકની શિબિરમાં વક્તા રોહિત સિક્કાએ જણાવ્યું હતું કે પુરુષ પ્રધાન સમાજમાં અગ્નિપરીક્ષા હંમેશા સ્ત્રીઓએ જ આપવી પડે તેમજ સ્ત્રીઓ અબડા છે તે માનસિકતા બદલાવી અનિવાર્ય છે. વધુમાં માર્શલ આર્ટસ અને સેલ્ફ ડિફેન્સ વર્કશોપના નિષ્ણાંત એવા બાસુજીત સિંઘ અને વૈશાલી જોશી દ્વારા સેલ્ફ ડિફેન્સની વિવિધ ટેકનીક શીખવવામાં આવી હતી. કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે મોરબી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી આર.કે પંડ્યા મહિલાઓને કાનૂની માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ કાર્યક્રમમાં પીઆઇ જે.એમ.આલ, મહીલા પીઆઇ વી.એલ.સાકરીયા તેમજ સર્કલ પીઆઇ પી.એચ.લગધીરકા હાજર રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના સંચાલક કિશોરભાઈ શુક્લ તેમજ સમગ્ર ટીમે સરસ આયોજન કર્યું હતું.